- મહારાષ્ટ્રના અકોલોમાં હિંસા
- આગચાંપીની ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત
- સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ
મુંબઈઃ- દેશના રાજ્ય મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સાંજથી નજીવા વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. કથિત રીતે બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ સમાચારપ મળ્યા છે.
જાણકારી પ્રમાણે હિંસામાં હિંસક ટોળાએ અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અથડામણના કેટલાક વીડિયો પણ ઓનલાઈન સામે આવ્યા છે.એક ધાર્મિક વ્યક્તિ પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ અથડામણ થઈ હતી. બાદમાં પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી
હિંસક અથડામણને પગલે વહીવટીતંત્રે આ વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે થોડો બળ પ્રયોગ કરવો પડ્યો હોવાનું કહેવાય છે.પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. હિંસક ઘટના બાદ ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશનની બહાર મોટી ભીડ નીકળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ટોળાએ વિસ્તારમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો.
જો કે પોલીસ જાણકારી પ્રમાણે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. , “જિલ્લા કલેક્ટરના આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવી છે.” અથડામણ પાછળનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના અકોલામાં શનિવારે સાંજે ઈન્સ્ટાગ્રામ પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી હતી. જેના કારણે ઘણા લોકો એકઠા થઈ ગયા અને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.
આ ઘટના સંદર્ભે પોલીસે 120 લોકો સામે ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં તોફાનો માટે 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અકોલાના લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી અને તરત જ પોલીસને જાણ કરી.