ઇંફાલ- મણિપુરમાં છેલ્લા મી મહિનાથી હિંસાનો દોર શરૂ છે બે સમુદાયો વાંચે શરૂ થયેલી હિંસા હજી પણ અટકી નથી હાલ પણ અહી ઉગ્રવાદીઓ દ્વારા ગોળી મારી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે.
ત્યારે હવે કાંગપોકપી જિલ્લામાં સોમવારે એક ભારતીય રિઝર્વ બટાલિયનસૈનિક અને તેના ડ્રાઇવરને આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી અનેડ તેની હત્યા કરવામાં આવી હતી. બંને આદિવાસી સમુદાયના હતા.
આ ઘટનાને લઈને અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યારે આતંકવાદીઓએ તેમના પર હારોથેલ અને કોબશા ગામો વચ્ચે હુમલો કર્યો હતો. સશસ્ત્ર ગ્રામજનો વચ્ચે ગોળીબારના અનેક બનાવો બન્યા છે.
આદિજાતિ સંગઠન સમિતિ ઓન ટ્રાઇબલ યુનિટી (એ દાવો કર્યો હતો કે કુકઇ સમુદાયના લોકો પર ઉશ્કેરણી વિના હુમલો કરવામાં આવ્યો હતો. COTU એ કાંગપોકપી જિલ્લામાં બંધનું એલાન આપ્યું છે.
મણિપુરમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે મેની શરૂઆતમાં વંશીય સંઘર્ષ ફાટી નીકળ્યો ત્યારથી, આ પ્રદેશમાં સશસ્ત્ર ગ્રામીણો વચ્ચે ગોળીબારના અનેક બનાવો બન્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ઘટનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. 3 મેના રોજ યોજાયેલી આદિવાસી એકતા કૂચ બાદ હિંસા ફાટી નીકળી ત્યારથી 180 થી વધુ લોકો માર્યા ગયા છે.