ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેનામાં અંગત અદાવતમાં જે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન અંધાધૂત ગોળીબાર પણ થયો હોવાનું જાણવા મળે છે. આ હિંસક અથડામણમાં છ વ્યક્તિઓના મોતની આ શંકા વ્યક્ત કરવામાં આવી છે. બે પરિવાર વચ્ચે ચાલતી અંગત અદાલતમાં આ હિંસક અથડામણ થયાનું જાણવા મળે છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓ ઈજા થઈ હતી. જૂથ અથડામણની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્લિક સ્થળ પર દોડી ગયો હતો તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં મોરેના જિલ્લાના પોરસાના લેપા ગામમાં ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. પાંચ લોકો ઘાયલ છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, એસપી નરેન્દ્ર સિંહ નરવરિયાએ ત્રણના મોતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ પછી ફાયરિંગ શરૂ થયું. તમામ મૃતકો એક જ પરિવારના જણાવવામાં આવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો જે વાયરલ થઈ રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ ધીર સિંહ અને ગજેન્દ્ર સિંહના પરિવારો વચ્ચે વર્ષ 2013માં વિવાદ થયો હતો. જેમાં ધીર સિંહના પરિવારના 2 લોકોના મોત થયા હતા. ગજેન્દ્ર સિંહના પરિવાર પર હત્યાનો આરોપ હતો. આ પછી બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી. સમજૂતી બાદ આરોપી પક્ષ ગજેન્દ્રસિંહ પરિવાર સાથે ગામમાં આવ્યો હતો. શુક્રવારે સવારે પણ સિંહ પક્ષે ગજેન્દ્ર સિંહના પરિવાર પર લાકડીઓ અને ગોળીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે.