- ચીન અને ભારતીય સેના વચ્ચે અથડામણની ઘટના સામે આવી
- 9 ડિસેમ્બરે આ ઘટના બની હોવાની માહિતી મળી
દિલ્હીઃ- ચીન અને ભારકત વચ્ચે હંમેશાથી તણાવભરી સ્થિત સર્જાય છે ત્યરે ફરી વખત બન્ને દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થી હોવાની ઘટના સામે આવી છે.અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ દરમિયાન બંને પક્ષોના કેટલાય સૈનિકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટના3 દિવસ પહેલાની છે 9 ડિસેમ્બરે આ ઘટના બની છે.આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના ઓછામાં ઓછા 20 જવાનો ઘાયલ થયા છે. સાથે જ ચીની સેનાને પણ ભારે નુકસાન થયું છે. હજુ સુધી કોઈના મોતના અહેવાલ નથી
સેનાના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે,વધુ વિગત પ્રમાણે સેનાના ઉચ્ચ સ્તરીય 9 ડિસેમ્બર રોજ તવાંગ સેક્ટરમાં એલએસી પાસે PLA સૈનિકો સાથે અથડામણ થઈ હતી. સેનાએ કહ્યું કે આપણા સૈનિકો બહાદુરીથી લડ્યા. સામ-સામેની આ લડાઈમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. મીડિયા એહવાલ પ્રમાણએ 6 જવાનોને સારવાર માટે ગુવાહાટી માં લવાયા છે.
જો કે સેનાના અધિકારીઓએ એઘધટનાની જાણ 3 દિવસ બાદ કરી છે.આ અથડામણમાં ભારતના 30થી વધુ જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. આ અથડામણની ઘટના પછી ભારતના કમાન્ડરોએ શાંતિ સ્થાપવા માટે ચીનના કમાન્ડરો સાથે ફ્લેગ મીટિંગ કરી છે. જે બાદ બંને દેશના સૈનિકો પાછળ હટી ગયા હતા.જો કે કોઈના મોતના એહવાલ નથી,ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે.