વાયરલ વીડિયોઃ-ગુજરાતના ગીર જંગલમાં સિંહ પર શ્વાન ત્રાટ્કયો ,જંગલના રાજાએ જાન બચાવવા માટે આ રીતે ભાગવું પડ્યું
- ગુજરાતના ગીરના જંગલનો વીડિયો
- સિંહ પર શ્વાન ત્રાટ્કયો ,
- જંગલના રાજાએ જાન બચાવવા માટે ભાગવું પડ્યું
ગીર-સોમનાથઃ-સામાન્ય રીતે આપણે જંગલના રાજા સિંહને અન્ય પ્રાણીઓ પર ત્રાટકતો જોયો જ હશે, પરંતુ આજે આપણે એવો વીડિયો જોઈએ કે જેમાં શ્વાન સિંહ પર ત્રાટક્યો હતો અને સિંહએ પોતાના જીવને બચાવવા માટે અને શ્વાનથી પીછો છોડાવવા માટે ભાગવું પડ્યું હતું.
આ વીડિયો છે જુનાગઢ જીલ્લાના દક્ષિણ-પૂર્વ વિસ્તારથી અંદાજે 65 કિલો મીટર દુર સ્થિતિ ગીર અભ્યારણનો, ગીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, સિંહ અને શ્વાનની લડાઈમાં શ્વાનને જીત મળી હતી તે આ વીડિયોમાં જોઈ શકાય છે.
Need this much confidence in life. Dog vs Lion. It also highlights issue of stray dogs & wildlife interaction. @zubinashara pic.twitter.com/lNu7X4ALm5
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 10, 2021
ગીરના જંગલમાં વન્યપ્રાણીઓમાં મોટી સંખ્યામાં સિંહો ફરતા જોઇ શકાય છે. અહીં સિંહો કુદરતી રીતે સચવાઈ રહેતા છે. બધાં જાણે છે કે જંગલમાં સિંહ-સિંહણનું રાજ છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સાસણ સફારી પાર્ક -2 ના આ વીડિયોમાં શ્વાનએ સિંહણને ભગાડી હતી.
2 મિનિટના આ વીડિયોને ભારતીય વન સેવાના પ્રવીણ કાસવાન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને હજારો વખત જોવામાં આવ્યો છે. વીડિયો શેર કરતાં કાસવાને લખ્યું કે, ‘જીવનમાં આવા આત્મવિશ્વાસની જરૂર છે. તેમણે લખ્યું કે, તે શ્વાન અને વન્યપ્રાણીસૃષ્ટિની વાતચીતના મુદ્દાને પણ દર્શાવે છે.
સાહિન-