વાયરલ વીડિયો: પેન્ગવિનનું વજન માપવા જતા, આ શખ્સના પરસેવો નીકળી ગયો
- પેન્ગવિનનો વીડિયો વાયરલ
- એક વ્યક્તિને કરવું હતુ તેનું વજન
- વજન કરતા કરતા તો નીકળી ગયો પરસેવો
વિશ્વમાં મોટાભાગના પક્ષીઓ તથા પ્રાણીઓ ચંચળ જોવા મળે છે. કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે સ્થિર રહી શકતા નથી. આવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે પેન્ગવિનનું એક વ્યક્તિ વજન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ પેન્ગવિનની ચંચળતાને કારણે તેને કરવામાં તકલીફ પડી રહી છે.
Weighing a baby penguin.. 😊 pic.twitter.com/KddSkDU3Mx
— Buitengebieden (@buitengebieden_) February 6, 2022
આ વીડિયોમાં પેન્ગવિનનું વજન માપવામાં આવી રહ્યું છે, પરંતુ તે એક જગ્યાએ સ્થિર નથી રહેતું. એક વ્યક્તિને વેઈટ મશીન પર યોગ્ય રીતે તેને ઊભું રાખવામાં પરસેવો છૂટી ગયો. પેંગ્વિનને ઉભું કરતાં જ તે તરત જ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન વ્યક્તિ તેને રોકવાની કોશિશ કરે છે, પરંતુ દરેક વખતે તે ઝડપથી પગ હલાવવા લાગે છે અને વેઈટ મશીનમાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કરે છે. ખરેખર, તેને ખબર નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે અને તેથી જ તે ત્યાંથી ભાગવાની ઉતાવળ બતાવે છે.
જો કે પેન્ગવિનની ખાસિયત એ છે કે તે ખૂબ જ અદભૂત દેખાય છે ઓ જમીન અને બરફ તેમજ પાણીની નીચે લાંબા સમય સુધી રહી શકે છે. એવું કહેવાય છે કે પેન્ગવિન વર્ષમાં એકવાર તેમના પીંછા ગુમાવે છે અને નવા પીછા ઉગાડવામાં થોડા અઠવાડિયા લાગે છે, તેઓ તેમનો સમય જમીન અથવા બરફ પર વિતાવે છે. તેઓ જે રીતે ચાલે છે તે ખૂબ જ ફની છે. એવું લાગે છે કે તેઓ પરેડ કરી રહ્યા છે.