પાકિસ્તાનના ક્રિકેટરને વિરાટ કોહલીનો ઉલ્લેખ કરવો પડ્યો ભારે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. ફખર ઝમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી બાબર આઝમને ટીમમાં સામેલ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં તેણે કહ્યું હતું કે, BCCIએ વિરાટ કોહલીને તેના ખરાબ સમયમાં છોડ્યો નહોતો પરંતુ તેને સપોર્ટ કર્યો હતો. એ જ રીતે પીસીબીએ પણ બાબર જેવા ટોચના બેટ્સમેનને પડતો મૂકવાને બદલે તેને ટેકો આપવો જોઈએ. દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ કહ્યું કે, બોર્ડના ઘણા વરિષ્ઠ અધિકારીઓ ફખરની આ પોસ્ટથી ખુશ નથી. બોર્ડના ઘણા ટોચના અધિકારીઓ ફખર ઝમાન દ્વારા કરવામાં આવેલી પોસ્ટથી ખુશ નથી. અધિકારીઓએ પણ આ સંબંધમાં વાત કરવા માટે ફખર ઝમાનનો સંપર્ક કર્યો છે.
બાબર આઝમને હટાવ્યા બાદ ફખર ઝમાને એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે 2020 થી 2023 સુધીના સમયગાળાનો ઉલ્લેખ કર્યો હતો. આ સમય દરમિયાન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. ત્રણેય ફોર્મેટમાં તેની સરેરાશ 30થી ઓછી હતી. ફખરે કહ્યું કે, તે ખરાબ તબક્કામાં BCCIએ કોહલીને છોડ્યો ન હતો પરંતુ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. એ જ રીતે, બાબર આઝમ પણ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ઘણો સંઘર્ષ કરી રહ્યો છે કારણ કે ડિસેમ્બર 2022 પછી, તેણે ટેસ્ટ મેચોમાં એક પણ અડધી સદી, એક સદી પણ રમી નથી. છેલ્લી 18 ટેસ્ટ ઇનિંગ્સમાં તેનો સર્વોચ્ચ સ્કોર 41 રન છે. એટલા માટે ફખર ઝમાને કહ્યું કે, પીસીબીએ તેના ટોચના બેટ્સમેન બાબર આઝમને ખરાબ સમયમાં સાથ આપવો જોઈએ.