મુંબઈઃ ટીમ ઈન્ડિયા આ ચાહકો માટે એક સારી ખબર છે. ટી-20 વર્લ્ડ કપ 2024ને લઈએ સસ્પેન્સ ચાલી રહ્યું હતુ કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા રમશે કે નહીં, પરંતુ આના પરથી પડદો ઉઠી ગયો છે, હકીકતમાં આ બંને ખેલાડીઓએ જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અજીત અગરકરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાની સિલેક્શન સમિતિએ અફઘાનિસ્તાન સામે ટી-20 માટે ટીમની પસંદગી પહેલા મંથન કરવું પડશે. આ બંન્ને મહાન ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ ટી-20 વર્લ્ડ કપનો ભાગ બનવા માગે છે.હાલ બે પસંદગીકારો શિવ સુંદર દાસ અને સલિલ અંકોલા દક્ષિણ આફ્રિકામાં છે. તેઓ કેપડાઉનમાં બીજી ટેસ્ટ દરમિયાન હાજરી આપશે. રોહિત અને કોહલી બંનેએ 10 નવેમ્બર 2022માં એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ભાગ લીધો હતો. ટી-20 વર્લ્ડ કપ સેમિફાઈનલ બાદ ભારતે એક પણ ટી-20 વર્લ્ડ કપ મેચ રમી નથી.
આવામાં હવે અગરકર એન્ડ કંપની અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુવ દ્રવિડ સાથે ટેસ્ટ અને કેપ્ટન રોહિત શર્માં તથા સ્ટાર બેટ્સમેન કોહલી સાથે વાત કરશે.
જોવાનું એ રહે છે કે અગરકર અને બીજા પસંદગીકારો રોહિત અને કોહલી બંનેને 11 જાન્યુઆરીથી મોહાલીમાં શરૂ થનારી અફઘાનિસ્તાન સામે ટી-20 સીરીઝ માટે કોને પસંદ કરે છે કે સીધા આઈપીએલ દરમિયાન તેમના ફોર્મ અને ફિટનેસના આધારે ટીમમાં સામેલ કરશે.