BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને બનાવ્યા, રાજસ્થાન,ઓડીસા અને બિહારમાં પણ નવા પ્રમુખ નિયુક્ત
- BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા
- રાજસ્થાન,ઓડીસા અને બિહારમાં પણ નવા પ્રમુખ નિયુક્ત
દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાન, ઓડિશા, દિલ્હી અને બિહારમાં પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે જ રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા સમ્રાટ ચૌધરીને બિહાર રાજ્ય એકમના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સંજય જયસ્વાલનું સ્થાન લેશે.સીપી જોશીની રાજસ્થાનમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મનમોહન સામલને ઓડિશામાં પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જો દિલ્હીની વાત કરીએ તો એમસીડીની ચૂંટણી બાદ પૂર્વ પ્રમુખ આદર્શ ગુપ્તાના રાજીનામા બાદ વીરેન્દ્ર સચદેવા કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના હાથે ભારતીય જનતા પાર્ટીની હાર બાદ તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ તેની જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા વીરેન્દ્ર સચદેવાને દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્યકારી પ્રમુખની જવાબદારી મળ્યા બાદ વીરેન્દ્ર સચદેવા છેલ્લા ત્રણ મહિનાથી ખૂબ જ સક્રિય છે.