ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર બેહદ મોટી કાર્યવાહી કરી છે. એલઓસી પાર કરીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દેવામાં આવ્યા છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ અને ગૌતમ ગંભીરે ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીના વખાણ કર્યા છે.
વિરેન્દ્ર સહવાગે ટ્વિટ કરતા લખ્યુ છે કે છોકરાઓએ ખરેખર ઘણું સારું પ્રદર્શન કર્યું, સુધરી જાવ, નહીંતર સુધારી નાખીશું. એર સ્ટ્રાઈક.
વિરેન્દ્ર સહવાગના સાથીદાર અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને લખ્યું છે કે જય હિંદ, ઈન્ડિયા એર સ્ટ્રાઈક, એક વખત ફરીથી એર સ્ટ્રાઈક.
મહત્વપૂર્ણ છે કે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને 12 મિરાજ ફાઈટર જેટ્સની મદદથી જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કર્યા છે. 21 મિનિટની કાર્યવાહીમાં 300 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટીના ટેરર કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદનો આલ્ફા-3 કંટ્રોલ રૂમ પણ સામેલ છે.
મંગળવારે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે કરવામાં આવેલી કાર્યવાહીને બેહદ ગુપ્ત રાખવામાં આવી હતી અને ભારતીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આખી કાર્યવાહીનું મોનિટરિંગ કરી રહ્યા હતા.