યુરોપિયન યૂનિયન દેશોના નેતાઓની બેઠકઃ- ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ પીએમ મોદીને કહ્યું, “વેક્સિન બાબતે ભારતે કોઈનું ભાષણ સાંભળવાની જરુર નથી”
- યુરોપિયન યૂનિયન દેશોના નેતાઓની વર્ચ્યૂલ બેઠક યોજાઈ
- ભારતના સપોર્ટમાં ફ્રાંસ
- ફ્રાસંના રાષ્ટ્રપતિએ રસીકરણના કર્યા વખાણ
દિલ્હીઃ-સમગ્ર ભારત દેશ હાલ કોરોના મહામનારી સામે ઝઝુમી રહ્યો છે, ત્યારે કોરોનાની ચાલી રહેલી બીજી લહેર દરમિયાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના વેક્સિનની અછતના મુદ્દે ફ્રાંસનો સાથ મળ્યો છે, વિતેલા દિવસને શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો એ પીએમ મોદીને કહ્યું હતું કે, ભારતે વેક્સિનના પુરવઠા અંગે કોઈનું પણ ભાષણ સાંભળવાની જરૂર નથી. યુરોપિયન યુનિય ના દેશોના નેતાઓની વર્ચુઅલ સમિટમાં મેક્રોએ પીએમ મોદીને કહ્યું કે, ભારતે વેક્સિનની સહાય તરીકે ઘણા દેશોમાં ‘માનવતા’નો નિકાસ ઘણો કર્યો છે.
પીએમ મોદીએ પણ સંમેલનમાં ઇયુના તમામ 27 દેશોને ડબલ્યૂટીઓ બેઠકમાં ટ્રીપ્સ મુક્તિ અંગે ડપોતાનો સાથ આપવાની અપીલ કરી જેથી દરેકને સસ્તી કોરોના વેક્સિન અને ઓછી કિંમતે સારવાર ઉપલબ્ધ કરાવી શકાય. આ બેઠક દરમિયાન, ભારત-ઇયુએ સંતુલિત, મહત્વાકાંક્ષી અને વ્યાપક મુક્ત વેપાર કરાર પર 8 વર્ષ પછી ફરીથી વાતચીત શરૂ કરવાનો નિર્ણય કર્યો, આ સાથે જ સ્વતંત્ર રોકાણ સુરક્ષા કરાર પર પણ વાટાઘાટો શરૂ થઈ હતી.
વિદેશ મંત્રાલયે શનિવારે આ બાબતને લઈને કહ્યું હતું કે ઈયુના તમામ 27 દેશોના વડા પ્રધાન સાથે પીએમ મોદીની મહત્વની વર્ચ્યુઅલ બેઠકસફળ રહી હતી. બેઠકમાં બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો વેપાર, રોકાણ અને જોડાણના ક્ષેત્રોમાં તમામ પ્રકારના સહકારને વધારવા પર કેન્દ્રિત રહી. બંને પક્ષોએ સતત અને વ્યાપક સંપર્ક ભાગીદારી પણ શરૂ કરી અને પરિષદને સંબંધોમાં એક નવો વળાંકલાવનાર કરાર આપ્યો હતો.
આ બેઠક દરમિયાન તમામ દેશોના નેતાઓએ કોરોના વાયરસ મહામારી અને આરોગ્ય સહયોગ વિશે પણ વાત કરી હતી. આ સમય દરમિયાન, ભારતને કોરોના સાથેના યુદ્ધમાં ઇયુનો સાથ મળ્યો હતો,તમામ દેશોએ ગયા વર્ષે કોરોના સામે લડવામાં ભારત તફથી મળેલી મદદ યાદ કરી હતી અને કહ્યું હતું કે ભારતને શક્ય તમામ મદદ કરવામાં આવશે.આ બેઠક પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાના અધ્યક્ષસ્થાને મળી હતી.