Site icon Revoi.in

આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે વિશાખાપટ્ટનમ, સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત

Social Share

બેંગ્લોરઃ આંધ્રપ્રદેશની નવી રાજધાની હવે વિશાખાપટ્ટનમ બનશે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ નવી રાજધાનીના નામની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે રાજ્યની રાજધાની વિશાખાપટ્ટનમમાં શિફ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે તેઓ તેમની ઓફિસ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરશે. 23 એપ્રિલ, 2015ના રોજ, આંધ્ર સરકારે અમરાવતીને તેની રાજધાની જાહેર કરી હતી. બાદમાં 2020માં, રાજ્યએ ત્રણ પાટનગર બનાવવાની યોજના બનાવી હતી. જેમાં અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલનો સમાવેશ થાય છે.

માર્ચમાં વિશાખાપટ્ટનમમાં યોજાનારી ‘ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ’ માટેની તૈયારીની બેઠકને સંબોધતા રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેઓ આગામી મહિનાઓમાં તેમની ઓફિસને બંદર શહેરમાં શિફ્ટ કરશે. તેમણે કહ્યું, “અહીં હું તમને વિશાખાપટ્ટનમ માટે આમંત્રણ આપી રહ્યો છું, જે આવનારા દિવસોમાં અમારી રાજધાની બનવા જઈ રહી છે. હું પોતે પણ આવતા મહિનાઓમાં વિશાખાપટ્ટનમથી કામ કરીશ. આંધ્રપ્રદેશની રાજધાની હવે અમરાવતી છે. જગન મોહન રેડ્ડી સરકારે, ગયા વર્ષે નવેમ્બરમાં આંધ્રપ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ, 2020 નાબૂદ કર્યો હતો, જેનો હેતુ રાજ્ય માટે ત્રણ રાજધાનીઓની સ્થાપના કરવાનો હતો.

રાજ્ય સરકારે વિશાખાપટ્ટનમ (કાર્યકારી રાજધાની), અમરાવતી (લેજિસ્લેટિવ કેપિટલ) અને કુર્નૂલ (ન્યાયિક રાજધાની)ને ત્રણ રાજધાની બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રેડ્ડીએ કહ્યું કે રાજ્ય સરકાર વિશાખાપટ્ટનમમાં 3 અને 4 માર્ચે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરી રહી છે. તેમણે ઉદ્યોગ જગતના લોકોને પણ બેઠકમાં ભાગ લેવા અને રાજ્યમાં રોકાણ કરવા અનુરોધ કર્યો હતો.