Site icon Revoi.in

ગરમીની શરુઆતમાં આ સ્થળોની લો મુલાકાત, ઓછા ખર્ચમાં દરિયા કિનારાની માણો મજા

Social Share

 

ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયો જોવા મળે છે,મોટા ભાગના શહેરો ગામડાઓ દરિયા કિનારે વસેલા છે આવી સ્થિતિમાં ઉનાળામાં જો તમને પાણીમાં ન્હાવું અને કુદરતી વાતાવરણનમાં રહંવાનું પસંદ હોય તો વોટર કાર્કના બદલે તમે જૂદા જૂદા દરિયા કિનારાની મુલાકાત લઈ શકો છો,તમે જે તે વિલસ્તારમાં રહો છો ત્યાથી પાસે પડતા દરિયા કિનારે જઈને તમે આખો દિવસ ન્હાઈ શકો છો અને સાથે જ કુદરતી પવનની મજા લઈ શકો છો તો ચાલો જાણીએ ગુજરાતના કેટલાક દરિયા કિનારા વિશે

જો તમે દક્ષિણ ગુજરાતના રહેવાશી છો તો તો તમારા પાસે અનેક દરિયા કિનારા છે જેની તમે મજા માણી શકો છો,જેમાં ખાસ કરીને સુરત આજૂબબાજૂના વિસ્તારમાં ઘણી દરિયાઈ ચોપાટીઓ આવેલી છે.જેમાં ખઆસ ડુમ્મસનો દરિયોન દમણનો દરિયો, તીથલ બીચ,ઉભરાટ બીચ વગેરેની તમે સવારથી સાંજ એક દવિસની મુલાકાત લઈ શકો છો આ સાથે જ નવસારી ખાતે દાંડીનો દરિયો પણ આકર્ષણનું કેન્દ્ર છે.આ સાથે જ સંજાણ બંદર અને સંજાણનો સમુદ્ર તટ, સંજાણ બંદર ઉપર પારસીઓએ પ્રથમ વખત ભારતમાં ઇરાનથી આગમન કર્યું હતું. ઐતિહાસીક સ્થળ છે.

જો તમે ખંભાત આજબૂ બાજૂ રહો છો તો ખંભાત બંદર અને ખંભાતનો બીચ. જાણીતું સ્થળ છે આ સાથે જ ભાવનગર જીલ્લામાં તળાજા, ઘોઘા, મહુવા, ઝાંઝમેર અને ગોપનાથનો બીચ પણ ખુબ પ્રખ્યાત છે. ગોપનાથ મહાદેવનું મંદિર અને ભાવનગર રાજ પરિવારનું હોલીડે હોમ પેલેસ પણ અહીંયા છે. 

બીજી તફ જંબુસર પાસે આવેલું છે કાવી કંબોઈ, કાવી કંબોઇ નજીક સ્તંભેશ્વર મહાદેવનું મંદિર વિશિષ્ટ છે. જ્યાં સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ પ્રમાણે સમુદ્ર શિવલીંગને પ્રક્ષાલન કરે છે. વડોદરાથી જંબુસર અને જંબુસરથી કાવી જઈ શકાય છે. દિવસમાં બે વખત દર્શન કરવાનો અવસર મળે છે.

દિવથી કોઈ અજાણ નથી અહીવ ઘણા બધા દરિયા કિનારા આવે લો છે. આ સાથે જ માધવપુર બીચ પણ છે જે પોરબંદર જતા રસ્નીતામાં આવે છે તેની વિશેષતા એ છે કે નેશનલ હાઈવેની પેરેલલ જ બીચ છે. ત્યાં સમુદ્રી કાચબાના સંરક્ષણ અને ઉછેર કેન્દ્ર પણ આવેલું છે.

દ્રારકા અને પોરબંદરના જરિયા કિનારા પણ જાણીતા સ્થળોમાં થી છે પોરબંદર ચોપાટી અને પોરબંદર શહેર પણ સમુદ્ર તટ પર આવેલ રમણીય સ્થળ છે. પોરબંદરથી આગળ હર્ષદ માતા મંદિર ફરવા અને યાત્રા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ત્રણ તરફ સમુદ્ર અને વચ્ચે ડુંગર પર માતાજીનું મંદિર. સામે મિયાણી બંદર અને પોરબંદર – દ્વારકા ઓખા સમુદ્ર તટ પર અનેક બીચ ફરવા માટે શ્રેષ્ઠ છે. શિવરાજપુર બીચ, મીઠાપુર બીચ, બેટ દ્વારકા વગેરે ખુબ સરસ સ્થાન છે.