આપણા દેશમાં ફરવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. દરેક તહેવાર ટાણે લોકો ફરવા માટે તો નીકળી જ જાય છે ત્યારે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સરસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર IRCTCના આ પેકેજ (IRCTC ટુર પેકેજ)નું નામ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે, જે પ્લેન દ્વારા મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગ સ્થળોની મુલાકાત લેશે. તેમજ IRCTCના આ ટૂર પેકેજમાં ઈન્દોર, મહેશ્વર, માંડુ, ઓમકારેશ્વર અને ઉજ્જૈનને આવરી લેવામાં આવશે.
IRCTCનું આ પેકેજ 23 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે જો તમે આ ટૂર પેકેજનો લાભ લેવા ઈચ્છો છો, તો આ માટે તમે ભુવનેશ્વર એરપોર્ટથી ફ્લાઈટ લઈ શકો છો. પ્રથમ દિવસે ભુવનેશ્વરથી ઈન્દોર સુધી હવાઈ મુસાફરી કરવામાં આવશે.
IRCTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પેકેજમાં એર ટિકિટ હશે (ભુવનેશ્વર – ઈન્દોર – ભુવનેશ્વર). ઉપરાંત ત્રણ રાત ઈન્દોર માટે, 1 રાત ઉજ્જૈન માટે અને 1 રાત ઓમકારેશ્વર માટે રહેશે. પાંચ દિવસ માટે નાસ્તો અને ભોજન IRCTC દ્વારા આપવામાં આવશે. એરપોર્ટથી જોવાલાયક સ્થળોએ જવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે.