Site icon Revoi.in

સોમનાથ જતા દર્શનાર્થીઓને મળશે આ સુવિધા

Social Share

રાજકોટ: સોમનાથ મંદિરમાં ચેકીંગ પોઇન્ટથી મુખ્ય દ્વાર એટલે કે દિગ્વિજય દ્વાર સુધી દર્શનાર્થીઓ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉનાળામાં તડકો અને ચોમાસા દરમિયાન વરસાદથી લોકો ન ભીજાય તે હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીકોની સુવિધા માટે ટેન્ટ મુકવામાં આવ્યા છે.

ભોલેનાથ દાદાનું આ મંદિર એટલુ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે કે અન્ય રાજ્યોની સાથે સાથે દેશ વિદેશથી પણ લોકો આ મંદિરમાં ભગવાન શિવના દર્શન માટે આવે છે. સૂત્રોના કહેવા પ્રમાણે રોજના હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ટેન્ટ કચ્છ રણોત્સવમાં જોવા મળતા હોય છે. આ ટેન્ટ વોટરપ્રુફ છે સાથોસાથ સફેદ કલર ચાંદની રાતમાં વધુ નિખરી ઉઠે છે અને આમ છાયડાનો છાયડો અને યાત્રિકોમાં નવીનતાનું આકર્ષણ ઉમેરાયું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઇ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ એન્જીનીયર વિભાગ દ્વારા સોમનાથ મંદિર એન્ટ્રી ચેકીંગ પોસ્ટથી દિગ્વીજય દ્વાર મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સુધી દર્શનાર્થીઓને ઉનાળાનો તાપ તથા ચોમાસામાં વરસાદ ન લાગે તે માટે મંડપો બાંધવામાં આવ્યા છે.