સવારે સૂર્ય પ્રકાશમાં બેસવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન-D મળે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને પણ ખતમ કરે છે. એટલા માટે કેટલાક ડોક્ટર વિટામિન-Dને ડોક્ટર વિટામિન કહે છે.
વિટામિન-D બે પ્રકાર
• વિટામિન-D2 શાકભાજીમાં, ફળોમાં, બ્રોકોલી, બદામ, દૂધ, ઈંડુ, મશરુમમાં હોય છે.
• વિટામિન-D3 દવાના રૂપમાં લઈ શકાય- લિક્વિડ, જૈલ, સિરપ, ગોળી, ઓઈલ, દૂધ, ઈન્જેક્શનથી લી શકાય છે.
દરેક અઠવાડિયે આટલુ વિટામિન ડી જરૂરી
સપ્લિમેંન્ટ તરીકે, પુખ્ત વ્યક્તિએ દર અઠવાડિયે 60,000 IU વિટામિન-D લેવાની જરૂર છે. તે સતત 8 અઠવાડિયા એટલે કે 2 મહિના સુધી લેવામાં આવે છે. પછી મહિનામાં એક વાર 60,000 IU આપવામાં આવે છે. વિટામિન-D સપ્લિમેંન્ટ સાથે અમુક સૈશ કે ગોળીઓમાં કેલ્શિયમ સાઈટ્રેટ પણ હોય છે. પણ સામાન્ય રીતે આપણું કેલ્શિયમ ઓછું થતુ નથી, વિટામિન-ડી ઓછું થાય છે.
વિટામિન-ડીની કમીના લક્ષણો
• દર 6 મહિને કરાવો ટેસ્ટ
દર 6 મહિનામાં વિટામિન-ડી ટેસ્ટ કરાવવો જોઈએ. લોહીમાં તેની માત્રા 30 નેનોગ્રામથી વધુ અને 100થી ઓછું હોવી જોઈએ. 18 વર્ષના બાળકોને રોજ 800 થી 1000 IU વિટામિન ડીની જરૂર હોય છે. વિટામિન ડી શરીરની ઈમ્યૂનિટી વધારે છે. ઉનાળામાં સવારે 7 થી 10 સુધી તડકામાં બેસો. જ્યારે શિયાળામાં સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી સૂર્યપ્રકાશ લો.
• બાળકોની ઈમ્ટૂનિટી માટે તડકો
બાળકના વિકાસ અને શરીરની ઈમ્યૂનિટી વધારવા માટે વિટામિન ડી જરૂરી છે. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી લે તો તેમના હાડકાં મજબૂત બને છે. નવજાત શિશુ હોય કે ટીનેજર, જો વિટામીન ડીનું સ્તર સરખુ રાખવું હોય તો તેને દરરોજ ઓછામાં ઓછો 1 કલાક તડકામાં રમવું જોઈએ.