વિટામિનની કમી શરીરમાં ન સર્જાય તે માટે લોકો અનેક પ્રકારના પ્રયાસ કરે છે, પણ ક્યારે વધારે પડતા વ્યસ્ત સિડ્યુલના કારણે લોકો હેરાન અને પરેશાન પણ થતા રહેતા હોય છે. વિટામિનની કમીના કારણે લોકોને ક્યારેક શરીરમાં ફરક પણ જોવા મળતો હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિટામિનનો કેટલીક રીતે ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશેની તો તે માત્ર વાળ માટે જ નહીં પણ શરીરની ત્વચા માટે પણ છે ફાયદાકારક.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે વિટામિનથી શરીરમાં જોવા મળતા ફરક વિશેની તો મધ અને વિટામિન E કેપ્સ્યુલ તેલને સારી રીતે મિક્સ કરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. આ પછી, તમારા ચહેરા પર ફેસ પેક લગાવો અને 15 મિનિટના અંતરાલ પછી તેને ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પરના ખીલથી રાહત મળશે.
આ ઉપરાંત લોકો વિટામિનની કેપ્સુલ તથા ગોળીનો અલગ રીતે પણ ઉપયોગ કરી શકે છે જેમ કે તમે પપૈયાના તેલ અને વિટામીન E કેપ્સ્યુલ્સમાંથી પણ ઘરે ફેસ પેક બનાવી શકો છો. પપૈયું અને વિટામીન E સિવાય તમે તેમાં ગુલાબજળ ઉમેરો, ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરો. પેક તૈયાર થયા પછી તેને તમારા ચહેરા પર લગાવો અને તેને સૂકવવા દો. તમારા ચહેરાને સારી રીતે સુકાઈ જાય પછી જ ધોઈ લો.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે લખવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.