Site icon Revoi.in

વાળને મજબૂત અને સુંદર બનાવે છે વિટામિન ઈ, જાણો અહીં વિટામિન ઈ ના ફાયદાઓ વિશે

Social Share

તમારા વાળ કઈ રીતે મજબુત કરવા-  વિટામિન ઈ ચરબીદ્રાવ્ય વિટામિન છે. જે ત્વચા અને વાળના વિકાસ માટે સંજીવનીની જેમ કાર્ય કરે છે. વિટામિન ઈ એંટીઓક્સીડેન્ટ છે જે શરીરમાં ખરાબ ઈલેક્ટ્રોન એટલે મુક્ત રેડિકલ્સની સફાઈ કરે છે. મુક્ત રેડિકલ્સને કારણે ત્વચાને નુકશાન થવા લાગે છે. અને સેલ્સમાં વિક્રૃતિ આવવા લાગે છે. જેનાથી ઘણા પ્રકારની બિમારીઓ થાય છે. વિટામિન ઈ શરીરમાં ઈમ્યૂન ફંક્શનને વધારે છે અને હ્રદયની ધમણીમાં ગંઠાવાનું નિર્માણ અટકાવે છે. વાળ માટે વિટામિન ઈ વધારે હોવું જરૂરી છે. અન્યથા વાળ નિર્જીવ અને શુષ્ક બની જાય છે. અને છેલ્લે તુટવા લાગે છે વિટામિન ઈ ની કમી થી ત્વચા સંબધિત વિટિલિગો, સોરિએસિસ, એટોપિક ડર્મેટાઈટિસ અને નખના ખીલ જેવી બીમારીઓ થાય છે.

વિટામિન ઈ ની જરૂરીયાત

હાવર્ડ મેડિકલ શાળા અનુસાર 14 વર્ષથી ઉપરના વ્યક્તિને ઓછામાં ઓછુ 15 મિલીગ્રામ વિટામિન ઈ ની જરુરત હોય છે. જો કે દૂધ પિવળાવવા વાળી માં ને વિટામિન ઈ ની વધારે જરૂરત હોય છે. તેમને રોજ 19 મિલીગ્રામ વિટામિન ઈ ની જરુરત હોય છે.

આ વસ્તુઓ માંથી મળે છે વિટામિન ઈ

  1. સુર્યમુખીના બીજ અને તેલ- હાવર્ડ મેડિકલ શાળાના મુજબ સુર્યમુખીના તેલ અને બીજમાં વિટામિન ઈ ની માત્રા વધારે પ઼ડતી જોવા મળી છે. સુર્યમુખીના બીજના સીવાય સોયાબીનમાં તેલમાં વિટામિન ઈ વધારે જોવા મળે છે.
  2. બદામ- બદામમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. બદામમાં પુરતા પ્રમાણમાં વિટામિન ઈ જોવા મળે છે. એના સાથે બદામમાં મોનોસેચ્યુરેટેડ ફેટ, ફાઈબર, બાયોટિન, કેલ્શિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ જેવા કેટલાય તત્વો હોય છે જે વાળ અને ત્વચાને પોષણ આપે છે. બદામને તમે પાણીમાં પલાળી રાખીને સેવન કરી શકો છો.
  3. કદ્દુના બીજ- પંપકીન બીજ એટલે કે કદ્દુના બીજ આજના જમાનાનું સુપરફુડ છે. શિયાળામાં આના બહુ જ ફાયદા છે. આમાં વિટામિન ઈ સિવાય પ્રોટીન, વિટામિન સી, વિટામિન બી6, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવું મળી આવે છે. કદ્દુના બીજ વાળ, ત્વચાના ફાઈદા સાથે ડાયબિટીઝ અને કેંસર જેવી બીમારીઓના જોખમને દુર કરે છે.
  4. એવોકાડો- એવોકાડો વિશે સામાન્ય રીતે લોકો ર્હદય માટે ફાયદાકારક માને છે પરંતુ એવોકાડો ત્વચા અને વાળ માટે પોષક તત્વોનો ખજાનો છે. એવોકાડોમાં મોનોસેચ્યુરેટેડ ફેટ, ફાઈબર, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે. ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે જે વાળ અને ત્વચામાં નિખાર લાવે છે.
  5. લાલ શિમલા મિર્ચ- લાલ શિમલા મિર્ચ કોઈ દવાથી કમ નથી. લાલ શિમલા મિર્ચ વિટામિન ઈ અને વિટામુન સી થી ભરેલા હોય છે. આમાં કેટલાય પ્રકારના એંટીઓક્સીડેંટ્સ હોય છે. જે ત્વચા પરથી મુક્ત રેડિકલ્સનો સફાયો કરે છે. લાલ શિમલા મિર્ચના સેવન કરવાથી વાળમાં મજબુતાઈ અને મુખ પર ચમક આવે છે.