Site icon Revoi.in

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રૂ.200 કરોડના ક્લબમાં થઇ સામેલ

Social Share

મુંબઈ:વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી.બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે સોમવારે એટલે કે 11મા દિવસે એટલું જોરદાર કલેક્શન કર્યું કે, આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.90 ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અને હિજરતની વાર્તા દર્શાવતી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

રવિવાર સુધી ફિલ્મની કમાણીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ સોમવારની કમાણીમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.ઝી સ્ટુડિયોની ટ્વિટર પોસ્ટ અનુસાર, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ 11 દિવસમાં વિશ્વભરમાં 206.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.11મા દિવસે એટલે કે સોમવારે ફિલ્મે 13.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જેમાંથી 12.40 કરોડ રૂપિયા માત્ર ભારતમાં જ કલેક્શન થયા હતા.આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 206.10 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સનસનાટીભરી બની ગઈ છે. બીજા સપ્તાહમાં ફિલ્મે એટલી કમાણી કરી છે કે,આ ફિલ્મ મહામારી બાદ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.ભારતમાં ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 179.85 કરોડ રૂપિયા છે.ફિલ્મના ભારતીય કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બીજા સપ્તાહમાં શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80, રવિવારે 26.20 અને સોમવારે 12.20 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.