વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સને મળી બીજી એક સફળતા – કોઈ પણ પ્રકારના કટ વગર UAE માં 7 એપ્રિલે થશે રિલીઝ
- કાશ્મીર ફાઈલ્સ હવે યુએઈમાં થશે રિલીઝ
- 7 એપ્રિલે આ ફિલ્મ કોઈ પણ કટ વિના રજૂ કરાશે
મુંબઈઃ- કાશ્મીર ફઆઈલ્સ ફિલ્મની સફળતાથી કોઈ અજાણ નથી, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અનેક નેતાઓએ આ ફિલ્મના પેટભરીને વખાણ કર્યા છે. ત્યારે હવે આ ફિલ્મ માત્ર દેશમાં જ સફળ થી નથી પરંતુ હવે તે વિદેશમાં પણ સફળ થવાની તૈયારીની હોડમાં છે, જી હા ઘ કાશ્મીર ફાઈલ્સ હવે યુએઈમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત આ ફિલ્મે બચ્ચન પાંડે અને આરઆરઆરને બોક્સ ઓફિસ પછાડી છે. હવે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ સંયુક્ત આરબ અમીરાત માં મોટી જીત મેળવી છે. લાંબી લડાઈ બાદ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હવે UAEમાં 7 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે.
વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે આ માહિતી શેર કરતા લખ્યું છે કે “ધ કાશ્મીર ફાઇલ્સ UAE ના સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવી છે. ફિલ્મ કોઈપણ કટ વગર અને 15+ રેટિંગ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
हर हर महादेव! #TheKashmirFiles finally releasing in #UAE on 7th April! 👏🙏 https://t.co/VHdcGUiWwE
— Anupam Kher (@AnupamPKher) March 30, 2022
દિગદર્શક વિવેક અગ્નિહોત્રીને વિશ્વભરમાં ટીકાકારોની પ્રશંસા મળ્યા બાદ હવે બ્રિટિશ સંસદમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ડિરેક્ટરને 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોના નરસંહાર વિશે જણાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. વિવેક અગ્નિહોત્રી તેની પત્ની અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી પલ્લવી જોશી સાથે એપ્રિલમાં યુકેની મુલાકાત લે તેવી આશા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ જે કાશ્મીરીઓના નરસંહારનું દસ્તાવેજીકરણ કરે છે. UAE માં અગાઉ અજ્ઞાત કારણોસર પંડિતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મ હવે 7મી એપ્રિલે મોટા પડદા પર આવશે.ત્યારે આ સાથે જ ફિલ્મે સફળતામામ સિદ્ધી મેળવી છે.