વિવેક રામાસ્વામીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનો દાવો છોડી દિધો
નવી દિલ્હીઃ ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી પોતાનો દાવો છોડી દીધો છે. રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રંમ્પને સમર્થન આપવાની વાત કરી છે. વિવેક રામાસ્વામીએ સોમવારે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાની વાત કરી છે. આ દરમિયાન રામાસ્વામીએ કહ્યું કે મારા માટે કોઈ રસ્તો બચ્યો નથી. 15 જાન્યુઆરીએ રિપબ્લિકમ પાર્ટીની ઉમેદવારી માટે પ્રથમ કોક્સનું આયોજવામાં કરવામાં આવ્યું હતુ. આ કોક્સ આયોવામાં આયોજવામાં આવ્યું હતુ અને તેમાં ડોનાલ્ડ ટ્રંમ્પે જીત મેળવી હતી.
વિવેક રામાસ્વામી આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ખસી ગયા બાદ હવે ડોનાલ્ડ ટ્રંમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ રેસમાં બાકી છે. વિવેક રામાસ્વામી આ ત્રણેયથી પાછળ હતા અને હવે આયોવા કોક્સના પરિણામોમાં પાછળ રહ્યા બાદ વિવેક રામાસ્વામીએ પોતાની ઉમેદવારી પાછી ખેચવાનો નિર્ણય લીધો છે. વિવેક રામાસ્વામી અમેરિકાન રાજકીય દ્રશ્યમાં એક અજાણ્યો ચહેરો હતો, પરંતુ ફેબ્રુઆરી 2023માં તેમની ઉમેદવારી જાહેર કર્યા પછી, વિવેક રામાસ્વામીએ રિપબ્લિકન મતદારોનું ધ્યાન ખેચ્યું હતુ.
રામાસ્વામી ઈમિગ્રેશન અને તેમની અમેરિકા ફર્સ્ટનીતિ અંગેના તેમના મજબૂત વિચારોને કારણે થોડા જ સમયમાં મતદારોમાં ખૂબ લોકપ્રિય બની ગયા હતા. હવે વિવેક રામાસ્વામી રાષ્ટ્રપતિ પદની રેસમાં ખરાબ રીતે પાછળ રહી ગયા હતા. રામાસ્વામી પણ આયોવા કાક્સમાં ચોથા સ્થાને રહ્યા અને તેમને માત્ર 7.7 ટકા મત મળ્યા.
વિવેક રામાસ્વામી એક અજબોપતિ બિઝનેસમેન છે, અને એક બાયોટેક કંપનીના વડા છે. રામાસ્વામીના માતા-પિતા ભારતના કેરળના રહેવાસી હતા, જે અમેરિકામાં સ્થાયી થયા હતા. રામાસ્વામીનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યમાં થયો હતો.