Site icon Revoi.in

રશિયામાં 7.0ની તીવ્રતાના ભૂકંપ બાદ ફાટ્યો જ્વાળામુખી

Social Share

નવી દિલ્હીઃ રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ બાદ સિવલુચ જ્વાળામુખી ફાટ્યો છે. આ ઘટના બાદ સુનામીનો ખતરો પણ યથાવત છે. જો કે, અત્યાર સુધી ભૂકંપ કે જ્વાળામુખી ફાટવાથી કોઈ જાનહાનિ થઈ નથી. નિષ્ણાતોની એક ટીમ ઈમારતોની તપાસ કરી રહી છે કે જોરદાર ભૂકંપના કારણે કેટલું નુકસાન થયું છે.

રવિવારે સવારે (સ્થાનિક સમય) રશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર દૂર-પૂર્વીય કામચાટકા દ્વીપકલ્પનો કિનારો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયામાં ભૂકંપ સવારે 7 વાગ્યા પછી જ આવ્યો હતો.

રશિયન ઈમરજન્સી મંત્રાલયે ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરી નથી. જો કે, અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીનું કહેવું છે કે આ ભૂકંપ રશિયાના સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં ખતરનાક સુનામી મોજાઓનું કારણ બની શકે છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર સુધી સુનામીનો ખતરો છે.

શક્તિશાળી ભૂકંપ બાદ શિવલુચ જ્વાળામુખી ફાટ્યો છે. જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી જોઈ શકાય છે. શિવાલુચ જ્વાળામુખી દરિયાકાંઠાના શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી લગભગ 280 માઇલ દૂર સ્થિત છે. તે કામચાટકા, રશિયામાં સ્થિત છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી લગભગ 55 માઈલ દૂર હતું.

#Earthquake#VolcanicEruption#Kamchatka#RussiaEarthquake#TsunamiWarning#SeismicActivity#GeologicalSurvey#NaturalDisasters#EmergencyResponse#VolcanoActivity