Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાથી મચી તબાહી,અત્યાર સુધીમાં 13 લોકોના મોત 

Social Share

દિલ્હી :ઈન્ડોનેશિયાના સૌથી ગીચ વસ્તીવાળા ટાપુ જાવા પરનો સૌથી ઊંચો જ્વાળામુખી શનિવારે ફાટી નીકળ્યો હતો.જ્વાળામુખીમાંથી નીકળતા ગેસ અને લાવાથી આસપાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં ઓછામાં ઓછા 13 ગ્રામજનોના મોત થયા છે. જ્યારે કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

રવિવારે એક નિવેદનમાં, ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,વિસ્ફોટમાં માર્યા ગયેલા 13 લોકોમાંથી બેની ઓળખ થઈ ગઈ છે.

પ્રવક્તા અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે,બે સગર્ભા સ્ત્રીઓ સહિત ઓછામાં ઓછા 98 લોકો ઘાયલ થયા છે, જ્યારે પૂર્વ જાવા પ્રાંતમાં સેમેરુની આસપાસના ગામોમાંથી 902 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.કુરા કોબોકન ગામમાં એક નદીના કિનારે રેસ્ક્યુ ટીમ હજુ પણ સાત લોકોને શોધી રહી હતી અને રેતી ખાણિયાઓ પણ ગુમ થયા હોવાના અહેવાલ છે.

ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ કેન્દ્રના વડા, એકો બુડી લેનોએ જણાવ્યું હતું કે,સેમેરુની ઉપરનો 3,676 મીટર લાવા ગુંબજ ઘણા દિવસોના વાવાઝોડાને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો અને તે આખરે તૂટી પડ્યો હતો.