Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા મોરબીમાં સોમવારથી સ્વૈચ્છિક મીની લોકડાઉન

Social Share

મોરબીઃ સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો વધતા જાય છે. ગરમી વધતા જ કોરોના સિવાયના વાયરલ કેસોમાં પણ વધારો થયો છે. મોરબી શહેરમાં સરકારી અને ખાનગી દવાખાના દર્દીઓથી ઊભરાઈ ગયા છે. કોરોનાના વધતા જતા કેસને લીધે તંત્ર પણ હરકતમાં આવ્યું છે શહેરમાં પણ દરરોજ નોંધપાત્ર કેસો સામે આવી રહ્યા છે જેને પગલે સોમવારથી મોરબીની બજારોમાં બપોર પછી બંધ પાડવામાં આવશે આ બાબત જાહેર થયા પછી બજારોમાં જરૂરી ચીજ-વસ્તુઓ  ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.

ગુજરાતના અનેક શહેરોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે,જીવલેણ કોરોનાને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે, બીજીબાજુ કોરોની પરિસ્થિતિ જોતા અનેક શહેરો દ્વારા સ્વૈચ્છિક બંધના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેમાં હવે સિરામિક સિટી મોરબીનો ઉમેરો થયો છે વધી રહેલા કેસોને પગલે ગ્રેઈન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને ખાદ્યતેલ એસોસિએશન દ્વારા સોસાયટી બપોરે 2 વાગ્યા પછી બંધ પાડવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લામાં કોરોના અંકુશમાં ન આવે ત્યાં સુધી આ નિર્ણય અમલી બનશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ નિણર્ય અંગે કોઈ લેખિત પરિપત્ર જાહેર કરવામાં ન આવ્યો હોય અનેક વેપારીઓ આ બંધથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. તો શનિવારે સવારે આ નિર્ણય જાહેર થતાં લોકોએ ચીજ-વસ્તુઓની  ખરીદી કરવા બજારમાં ઉમટી પડયા હતા.