અમદાવાદઃ ગુજરાતમાં નવા મતદારોની નોંધણી ઝંબેશ ચાલી રહી છે. આ વખતની ચૂંટણીમાં યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ હશે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન ભાજપની તરફે થાય તે માટે ભાજપે રણનીતિ તૈયાર કરી છે. અમે માઈક્રો પ્લાનિંગ મુજબ પેઈજ પ્રમુખથી લઈને દરેક લેવલે ચર્ચા કરવામાં આવી રહી છે. મતદાતા ચેતના અભિયાન તા.25મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. જેમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો કે ભાજપ સંગઠનના હોદ્દેદારો જોડાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપે તમામ બેઠકો જીતવા માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ભાજપે એક ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં દરેક વિધાનસભા બેઠકોના હોદ્દેદારોને મહત્વપૂર્ણ જવાબદારી સોપવામાં આવી છે. દરેક શહેરી વિધાનસભામાંથી 20 હજાર નવા અને ગ્રામ્ય વિધાનસભામાંથી 10 હજાર નવા મતદાતાઓની નોંધણી કરવા સૂચના આપી દેવામાં આવી છે. મતદાતા ચેતના અભિયાન અંતર્ગત આ સાથે જ 25 ઓગસ્ટે શરૂ થનારા મતદાતા ચેતના અભિયાનમાં સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો કે ભાજપ સંગઠનના હોદ્દેદારો ક્યાંથી અને કઈ રીતે ઝુંબેશ શરૂ કરશે તે જણાવવા આદેશ અપાયા છે.
લોકસભાની ચૂંટણી માટે સીઆર પાટિલે દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકવાની જાહેરાત કરી હતી. જેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ બુથ લેવલો ઉપર 50 ટકાથી ઓછા થયેલા મતદાનનું હાલ પોસ્ટમોટર્મ કરવામાં આવી રહ્યું છે. ભાજપ કાર્યકર્તાઓને 4 મુદાને લઈ કામગીરી કરવા માટે લેશન આપી દેવામાં આવ્યું છે. ભાજપે કાર્યકર્તાની સક્રિયતાને તપાસવાની કામગીરી આખા રાજ્યભરમાં ચાલે છે.