Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ નિરસ મતદાનથી ઉમેદવારોની ચિંતા વધી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં બપોરના ચાર કલાક સુધીમાં એકંદરે 30 ટકા જેટલુ મતદાન થતા ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓની ચિંતામાં વધારો થયો હતો. જેથી તેમણે કાર્યકરોને મતદાન મથક સુધી લાવવા માટે દોડાવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં કોર્પોરેશનની ચૂંટણી માટે સવારે 7 કલાકે મતદાન શરૂ થયું હતું. આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનની બે બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. જો કે, મતદારો મતદાનને લઈને નિરસ હોવાનું સામે આવ્યું હતું. છ કોર્પોરેશનમાં ધીમુ-ધીમુ મતદાન થયું હોવાથી રાજકીય આગેવાનો દ્વારા મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. બપોરના ચાર કલાક સુધીમાં છ કોર્પોરેશનમાં એકંદરે 30 ટકા જેટલું જ મતદાન થયું છે.

મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. બીજી તરફ ઓછુ મતદાન થયું હોવાથી ઉમેદવારો અને રાજકીય પક્ષોના નેતાઓ ચિંતામાં મુકાયાં છે. તેમજ હવે મતદારોને ઘરેથી મતદાન મથક સુધી લાવવા માટે કાર્યકરોને દોડાવ્યાં છે. આ મહનાગર પાલિકાની ચૂંટણીમાં મતદારોનો મૂળ જામ્યો નથી. મતદાનની ટકાવારી ઘણી ઓછી જોવા મળી રહી છે. સૌથી વધુ લોકો મતદાન કરે તેના માટે કાર્યકરોએ પ્રયાસ હાથ ધરી રહ્યા છે. લોકોને મતદાનની પવિત્ર ફરજ અદા કરવા સમજાવટ કરી રહ્યા છે.