Site icon Revoi.in

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 119 બેઠકો પર મતદાનનો આરંભ, પીએમ મોદી એ રાજ્યની જનતાને વોટ કરવાની કરી અપીલ

Social Share
તેલંગાણામાં મતદાનનો સમય બદલાય છે. રાજ્યના 106 મતવિસ્તારોમાં મતદાન ગુરુવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે, જ્યારે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 13 મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે.
આ સાથે જ તેલંગાણામાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિએ તમામ 119 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. સીટ શેરિંગ એગ્રીમેન્ટ હેઠળ બીજેપી 111 સીટો પર ચૂંટણી લડી રહી છે. અભિનેતા પવન કલ્યાણના નેતૃત્વમાં જનસેના બાકીની 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. અભિનેતા અલ્લુ અર્જુને હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો.કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા બીજેપીના વડા જી કિશન રેડ્ડી પોતાનો મત આપવા માટે હૈદરાબાદના બરકતપુરામાં એક મતદાન કેન્દ્ર પર પહોંચ્યા.
પીએમ નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે હું તેલંગાણાની મારી બહેનો અને ભાઈઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત કરવાની અપીલ કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.