Site icon Revoi.in

આજે ત્રિપુરાની 60  વિધાનસભાની સીટો પર મતદાન  – પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ

Social Share
  • ત્રિપુરામાં 60 સીટો માટે મતદાન શરુ
  • પીએમ મોદીએ લોકોને વોટ કરવાની કરી અપીલ

દિલ્હીઃ- આજ 16 ફેબ્રુઆરીના રોજથી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે મેતદાન યોજાઈ રહ્યું છે વહેલી સવારથી અનેક બૂથો પર લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છએ ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

પીએમ મોદીએ કહ્યું કે ત્રિપુરાના લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત કરવા વિનંતી કરતાં, હું ખાસ કરીને યુવાનોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કરું છું.

ત્રિપુરામાં 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા નક્કર તૈયારીઓ કરવામાં આવી છે.
મતદાનને લઈને ચુસ્ત સુરક્ષા વચ્ચે 3,337 મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે, જેમાંથી 1100 મતદાન મથકોને સંવેદનશીલ અને 28ને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે  ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન માણિક સાહા માત્ર ટાઉન બારડોવાલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધાનપુર બેઠક પરથી ચૂંટણી લડશે.  ત્રિપુરામાં મતદાન બાદ તેનું પરિણામ 2જી  માર્ચે આવાવનું છે..