Site icon Revoi.in

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

Social Share

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું યુવાધન દેશના ને વિશ્વના અગત્યના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપી શકે છે, તો તેઓએ સક્રિય રીતે મતદાન પણ કરવું જોઈએ અને વિશ્વના બહુ ચર્ચિત અને દેશ માટે જરૂરી એવા આબોહવા અને કટોકટી જેવા મુદ્દાઓ પર પોતાનો મત આપવો જોઈએ , જે તેમના અને દેશના ભવિષ્યને વધુ સુદ્રઢ બનાવે.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે વર્તમાન 18 વર્ષની વય ભેદભાવપૂર્ણ છે અને યુવાનોના માનવ અધિકારોનું પણ ઉલ્લંઘન થઇ રહ્યું છે. પીએમ જેસિંડા આર્ડર્ને વ્યક્તિગત રીતે આ ફેરફારને સમર્થન આપ્યું છે. જેસિંડા આર્ડર્ને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું  હતું કે, “ હું વ્યક્તિગત રીતે મતદાનની ઉંમર ઘટાડવાનું સમર્થન કરું છું, પરંતુ મારી સરકાર પાસે પૂરતી સંખ્યા નથી. આ પ્રકૃતિના ચૂંટણી કાયદામાં કોઈપણ ફેરફાર માટે 75 ટકા સંસદીય સમર્થનની જરૂર પડશે.”

જો કે, સરકાર પાસે આ કાયદો લાવવા માટે સરકારમાં પૂરતી સંખ્યાના અભાવે કાયદો લાવવો થોડો અશક્ય લાગી રહ્યો છે.

હાલમાં વિશ્વમાં બ્રાઝિલ, ઑસ્ટ્રિયા અને ક્યુબા જેવા માત્ર થોડા જ દેશોએ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને મતદાન આપવાની મંજૂરી આપતાં કાયદાઓ ઘડ્યા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને મતદાન કરવાની મંજૂરી આપે છે.

(ફોટો: ફાઈલ)