આજે કોગ્રેંસ અધ્યક્ષ પદની માટે કરવામાં આવશે મતદાન – શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ટક્કર
- કોગ્રેંસ અધ્યક્ષ પદની માટે કરવામાં આવશે મતદાન
- શશિ થરૂર અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ટક્કર
દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા સમયથી સત્તામાં રહેવા માટે અથાગ પ્ર.ત્નો કરી રહી છે ત્યારે આજરોજ કોંગ્રેસના અધય્ક્ષ પદ માટે મતદાન કરવામાં આવશે, અનેક વરિષ્ટ નેતાઓએ ઉમેદવારી આ પગદ માટે નોંધાવી છે ત્યારે અધ્યક્ષ બનવાની હોડ ખૂબ રસપ્રદ જોવા મળશે, ખાસ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની હરીફાઈમાં એકબીજાની સામે ટકરતા જોવા મળશે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે આજ રોજ સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ પદ માટે છેલ્લા 22 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે જેનું પરિણામો 19 ઓક્ટોબરે આવશે.
આ ચૂંટણી બાદ કોંગ્આરેસ પાર્ટીને ગાંધી પરિવારની બહારથી પ્રમુખ મળશે. જો મતદાનની વાત કરવામાં આવે તો 9 હજાર થી વધુ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ પક્ષના વડાની પસંદગી માટે ગુપ્ત મતદાન કરશે. આ સાથે જ પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત એઆઈસીસીના મુખ્યાલય અને દેશભરના 65થી વધુ મતદાન મથકો પર મતદાન થશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ટૂંટણીને લઈને બેલ્લારીમાં પોલિંગ બૂથની બહાર સુરક્ષા સઘન કરવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે બેલ્લારીમાં મતદાન કરશે.કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની છેલ્લી ચૂંટણી 2000માં યોજાઈ હતી, જ્યારે જિતેન્દ્ર પ્રસાદને સોનિયા ગાંધીના હાથે જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ વખતે પ્રમુખ પદની રેસમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે, ગાંધી પરિવારની બહારના સભ્યને 24 વર્ષના અંતરાલ પછી પદ છોડી દીધું છે.