- એશિયા કપ માટે વચગાળાના મુખ્ય કોચ બન્યા વીવીએસ લક્ષ્મણ
- બીસીસીઆઈએ લીધો આ નિર્ણય
દિલ્હીઃ- એશિયા કપનું ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ બાબતે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે,પ્રાપ્ત વિગત પ્રમાણે એનસીએ વડા વીવીએસ લક્ષ્મણને વિતેલા દિવસને બુધવારે બીસીસીઆઈએ એક મહત્આવનો નિર્ગાણય લીધો છે જે અતંર્મીગત ACC એશિયા કપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે લક્ષ્મણને નિયુક્ત કરવામાં આવ્યા છે. લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતીય ટીમ સાથે હતો. ઉલ્લેખનીય છે કે તેઓ રાહુલ દ્રવિડનું સ્થાન લેશે કારણ કે રાહુલ હાલ કોરોના ગ્રસ્ત છે .
બીસીસીઆઈ એ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે, “VVS લક્ષ્મણ, હેડ ક્રિકેટ, NCA યુએઈમાં રમાનારી આગામી ACC એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયા માટે વચગાળાના મુખ્ય કોચ હશે”.
લક્ષ્મણ, હાલમાં NCA (બેંગલુરુ)નનો પ્રમુખ છે. તે ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે હરારે પણ ગયો હતો. ત્યાર બાદ કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતે 3 મેચની શ્રેણી 3-0થી જીતી હતી.
જાણકારી મુજબ હાલ રાહુલ દ્રવિડ આઈસોલેશન હેઠળ છે. ટીમના સંયુક્ત આરબ અમીરાત જવા પહેલા મંગળવારે તેણે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું અને હવે જ્યારે તેનો ટેસ્ટ નેગેટિવ આવશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા ક્લિયર થઈ જશે ત્યારે તે તેમની સાથે જોડાશે.
ભારતીય ટીમ એશિયા કપમાં પોતાના શાનદાર પ્રદર્શનનો આરંભ 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી કરી રહ્યું છે આ મેચને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે,કારણ કે પાકિસ્તાન સામેની મેચના દરેક લોકો રસ લેતા હોય છે ત્યારે હાલ પણ એશિયાકપની મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.