વર્લ્ડ એંટી ડોપિંગ અજન્સીએ નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીની માન્તાને છ મહિના માટે સ્થગિત કરી છે,ટોક્યો ઓલિમ્પિક કાર્યક્રમમાં હવે એક વર્ષનો સમય પણ બચ્યો નથી એટલામાં WADAએ લીધેલું આ પગલું દેશમાં ડોપિંગના વિરુધ ચાલી રહેલા અભિયાન માટે આ એક ખબૂ મોટો ઝટકો છે.
ભારતીય ઓલિમ્પિક સંઘને WADAથી માન્યતા પ્રાપ્ત દેશની એકમાત્ર લેબોરેટરીના વિલંબ માટે રાષ્ટ્રીય ડોપિંગ નિવારણ એજન્સીને દોષિત કરાર આપ્યો છે.આઈઓ એ કહ્યું કે નાડાની ભૂલોને કારણે દેશમાં ડોપિંગ નિવારણ કાર્યક્રમોના રસ્તામાં અવરોધ ઊભો થયો છે.
આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન ન કરતા વાડાએ રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળાને છ મહિના માટે સ્થગિત કરી દીધી હતી. નાડા આગામી 21 દિવસમાં તેની સામે અપીલ કરી શકે છે. આઈઓએ પ્રમુખ નરિન્દર બત્રાએ કહ્યું કે, હવે આપણે વળતર રૂપિયાના બદલે ડોલરમાં ચૂકવવું પડશે. ત્યારે હું હવે વધારાની કિંમત કોણ ઉઠાવશે તેની ચિંતા કરું છું. ‘તેમણે કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન વધારાનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં નથી અને નાડાની ભૂલોનું પરિણામ આપણે કેમ સહન કરીયે. ”બત્રાએ જણાવ્યું હતું કે વાડા દ્વારા વારંવાર જણાવેલ હોવા છતાં નાડા હાથ પર હાછ ધરીને બેઠા છે.
તેમણે કહ્યું, ‘આ મુદ્દો છેલ્લા એક વર્ષથી આંતરિક રીતે ચાલી રહ્યો હતો. વાડા વારંવાર એનડીટીએલની પરીક્ષણ પદ્ધતિઓમાં ખામીઓ ગણાવી રહ્યા હતા, પરંતુ નાડાએ કશું જ કર્યું નહીં. ”નાડા ડાયરેક્ટર જનરલ નવીન અગ્રવાલ સાથે વારંવાર પ્રયાસ કરવા છતાં તેનો સંપર્ક થઈ શક્યો નહીં
.વાડાએ તેની વેબસાઇટ પર રજુ કરેલા એક મીડિયાની જાહેરાતમાં જણાવ્યું છે કે વાડાના નિરીક્ષણ દરમિયાન, એનડીટીએલ પ્રયોગશાળાઓ માટે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ન હોવાનું જણાયું હતું, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.