- બેટ દ્વારકાની જમીન પર કર્યો દાવો
- વક્ફ બોર્ડે કર્યો દાવો
- હાઈકોર્ટમાં તેમના દાવાને નકારવામાં આવ્યો
દેવભૂમિ દ્વારકા: દ્વારકા બેટની જમીનના ટાપુની જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેમાં બેટ દ્વારકામાં જમીન મામલે 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે વકફ બોર્ડનો દાવો નકાર્યો હતો.
હાઈકોર્ટે બોર્ડના દાવાની ટીકા કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે, કૃષ્ણ નગરીમાં વકફ કમિટી જમીનનો દાવો કેવી રીતે કરી શકે? આજે એકાએક પરિમલ નથવાણીએ વકફ બોર્ડના દાવા સામે સવાલ ઉઠાવતા ખળભળાટ મચ્યો છે અને આ મુદ્દો ફરીથી ચગ્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે કુષ્ણ ભગવાનની જન્મભુમિ પર કેવી રીતે બોર્ડ દાવો કરી શકે તેવો સવાલ ઉઠાવ્યો છે.
જાણકારોના પોતાના મત અનુસાર, વક્ફ બોર્ડ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. અને તેને લઈને પણ આગળ કોઈ નિર્ણય આવે તેમ લાગતું નથી. જાણકારો દ્વારા તે પણ જણાવવામાં આવ્યું કે કોઈ પણ સમૂદાયએ એ પ્રકારની માંગણી ન કરવી જોઈએ જેથી કરીને તે સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોના મન દુભાય. દ્વારકા મંદિરનો તથા તે સ્થળનો ઈતિહાસ વર્ષો જૂનો છે અને હજારો વર્ષોથી લોકોની આસ્થા આ પવિત્ર જગ્યા અને સ્થળ સાથે જોડાયેલી છે.