- ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ
- ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન વડોદરામાં નિર્ણાણધીન ઈમારતની દિવાલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. દિવાલના કાટમાળ નીચે લગભગ 4 વ્યક્તિઓ દબાયાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.
પ્રાથમિક માહિતી અનુસાર વડોદરામાં નટુભાઈ સર્કલ નજીક હાલ ઈમારતના બાંધકામ ચાલી રહ્યું છે. આજે શનિવારે શ્રમજીવીઓ કામગીરી કરી રહ્યાં હતા દરમિયાન એક ઉંચી ઈમારત અચાનક તુટી પડી હતી. જેની નીચે ચાર જેટલા શ્રમજીવીઓ દબાયાં હતા. આ ઘટના અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા ચારેય શ્રમજીવીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આ ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરવામાં આવી છે.