Site icon Revoi.in

અખરોટ મગજને બનાવે છે તેજ, 2 અખરોટ સવારે ભૂખ્યા પેટે પલાળીને ખાવાથી થાય છે બમણો ફાયદો

Social Share

 

સામાન્ય રીચે ડ્રાયફ્રૂટ ખાવાથી પણાને ઘણા ફાયદાઓ થાય છે, જો કે આજે વાત કરીશું અખરોટની આપણે સો જાણીએ છીએ કે અખરોટ આરોગ્ય માટે ફાયદા કારક છે પણ શું તમે એ જાણો છો કે 2 કે 3 અખરોટને પાણીમાં પલાળીને દરરોજ સવારે તેનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.

ખાસ કરીને અખરોટમાં અલ્ફા-લિનોલેનિક એસિડ સમાયેલું હોય છે, જે આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી તત્વ છે, આ સાથે જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અખરોટ બહુ સારું ગણાય છે.

અખરોટમાં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.અખરોટને પલાળીને તેનું સેવન કરવાથી વાળ અને ત્વચાને ઘણો ફાયદો થાય છે.

સામામન્ય રીતે અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને તે અસ્થમા, આર્થરાઇટિસ, ત્વચાની સમસ્યાઓ ઘણ રહાત આપવાનું કાર્ય કરે છે.

આ સાથે જ અખરોટમાં રહેલા ગુણઘર્મો એક્ઝીમા અને સોરાયસિસ જેવી બીમારીઓમાં સુરક્ષા કવચ સમાન સાબિત થાય છે.

આ સાથે જ આપણ જાણીએ છીએ કે અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે.યાદ શક્તિને તેજ બનાવે છે

અખરોટમાં સમાયેલ મ્લાટોનિન નામનું તત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે.જેથી રોજ રાત્રે અખરોટમાંથી મગજ જેવો ભાગ કાઢીને તેણે પાણીમાં પલાળી દો અને દરરોજ ભૂખ્યા પેટે તેનું સેવન કરો