Site icon Revoi.in

વૉલ્ટ ડિઝનીએ કરી મોટી જાહેરાતઃ- સ્ટાર સ્પોર્ટસ સહીતની 100 ચેનલો કરશે બંધ

Social Share

દિલ્હીઃ- વૉલ્ટ ડિઝની કંપની આ વર્ષે દક્ષિણપૂર્વ એશિયામાં સ્ટાર સ્પોર્ટસ અને ફઓક્સ સ્પોર્ટસ સહીતની 100 ચેનલો બંધ કરવા જઈ રહી છે. ડિઝનીના ચીફ એક્ઝિક્યુટિવ બોબ ચોપેકે જેપી મોર્ગનની વાર્ષિક વૈશ્વિક તકનીકી, મીડિયા અને ટેલિકમ્યુનિકેશન્સ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે નાણાકીય વર્ષ 2020 માં 30 ચેનલો બંધ કરી દીધી હતી.

આ સમગ્ર બાબતે જણાવ્યું હતુ કે, અમારી વર્ષ 2021 માં 100 ચેનલો વધુ બંધ કરવાની યોજના છે. ભારત સહિત હોંગકોંગમાં ઘણી રમત ચેનલો બંધ રાખવાના નિર્ણય બાદ ડિઝનીએ ડી 2 સી તરફ આગળ વધવાના સંકેત આપ્યા છે.તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષેના સપ્ટેમ્બર મગહિના  સુધીમાં, સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 2, ફોક્સ સ્પોર્ટ્સ, ફોક્સ સ્પોર્ટ્સ 3 સહિત 18 ચેનલો બંધ થઈ જશે.

જોકે, આપેકે હજી સુધી એ બાબતે સ્પષ્ટતા કરી નથી કે ભારતમાં ડિઝનીની કેટલી ચેનલો બંધ રહેશે કે  બંધ નહીં કરવામાં આવે. ચાપેકે સ્વીકાર્યું કે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ડિઝનીને અલગ અભિગમની જરૂર છે.

ચાપેકના જણાવ્યા પ્રમાણે, ભારત વાસ્તવમાં એક અનોખુ માર્કેટ છે,જે અસામાન્ય છે. તેમની પાસે ઓછી બેન્ડવિડ્થ છે, તેથી નીચા બેન્ડવિડ્થ અને સ્થાનિક ભાષાઓ ત્યાં ખાસ કરીને મહત્વપૂર્ણ છે, એટલા માટે અમારે અનમારી રજુઆતને તે સુનિશ્ચિત કરવા બનાવી પડશે કે સ્થાનિક ભાષાઓને વિશેષ મહત્વ આપી શકાય.