Site icon Revoi.in

વાંકાનેરઃ વીજ મીટરમાં ચેડા કરનાર બે એકમને રૂ. 87 લાખનો દંડ ફટકારાયો

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વીજ ચોરીના બનાવો શોધી કાઢવા માટે વીજ કંપની દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વાંકાનેરમાં એક એકમોમાં વીજ મીટરમાં ચેંડા થયાનું સામે આવ્યું હતું. જેથી વીજ કંપની દ્વારા બંને એકમોને કુલ રૂ. 87 લાખનો દંડ ફટકાર્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરી ટકાવવા માટે પીજીવીસીએલ સઘન વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. દરમિયાન વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલ બે ઔદ્યોગિક એકમોમાં ગેરરિતી થતી હોવાની બાતમીના આધારે અધિક્ષક ઈજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી ના માર્ગદર્શન હેઠળ જીયુવીએનએલ તથા પીજીવીસીએલની ટીમો દ્વારા બે એકમમાં તપાસ કરતા  મીટર પેટી પર લાગેલ પ્‍લાસ્‍ટીક સીલ શંકાસ્‍પદ જણાયું હતું. જેથી
બન્ને વીજ જોડાણોના મીટર લેબ પરિક્ષણ અર્થે કબજે લેવાયાં હતા. લેબ પરિક્ષણ કરતાં મીટરના વાયરીંગ સાથે ચેડા કરેલ હોવાનું માલુમ પડેલ હતું આથી ઈલેક્‍ટ્રીસીટી એક્‍ટની કલમ મુજબ એક એકમને રૂ. 45.17 લાખ તથા અન્ય એકમને રૂ. 41,79 લાખ મળીને કુલ 87 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.