Site icon Revoi.in

ચહેરા પર ચમક જોઈએ છે? આ રહી તેના માટેની સરળ રીત

Social Share

ઘણી વખત છોકરીઓ પોતાની ત્વચાની ખાસ કાળજી નથી રાખી શકતી, આવી સ્થિતિમાં તેમની સમસ્યા વધુ વધી જાય છે, આવામાં એક એવી રીત છે કે જેનાથી ચહેરા પર ચમક પરત લાવી શકાય છે. આ માટે બસ કેટલીક સરળ રીતનો ઉપયોગ કરવો પડશે જે ચહેરાની ચમક માટે અનેક રીતે ફાયદાકારક છે.

સૌથી પહેલા છે બીટ આ ફ્રૂટ એટલે કે બીટમાં નાઈટ્રિક ઓક્સાઈડ ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીના પ્રવાહને ઘટાડીને રક્ત પરિભ્રમણને સુધારે છે. આ રીતે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે ચહેરાની સુંદરતા વધશે. ચહેરો આપણા વ્યક્તિત્વનો અરીસો છે. તેથી, તેના ચહેરાની ચમક અને સુંદરતા દરેક મનુષ્ય માટે ખૂબ મહત્વ ધરાવે છે.

ત્વચાથી સંબંધિત સમસ્યાઓ ને દુર કરવા માટે બીટ બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. બીટ માં વિટામીન સોડીયમ પોટેશિયમ ફોસ્ફોરસ ક્લોરીન આયોડીન અને આયર્ન જેવા તત્વ હાજર હોય છે. બીટ ના સેવન થી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ત્વચાના પોર ખુલે છે તેનાથી ત્વચામાં પણ નિખાર આવે છે.

જો કે પુરુષ હોય કે સ્ત્રી, દરેક વ્યક્તિ પોતાના ચહેરા ની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રયત્નો કરે છે. જો ત્વચાનાં ડાઘા-ધબ્બા દૂર કરવા હોય, ખીલ મટાડવા હોય કે સ્કિન ટોન ઠીક કરવો હોય તો તમે કોસ્ટમેટિક પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરો. કારણકે તે થોડા સમય સુધી જ ચહેરાને સારો રાખે છે પછી તે વધારે ખરાબ કરી દે છે.