દાઢીના વાળમાં ગ્રોથ જોઈએ છે? તો બીયર્ડ ઓઈલનો આ રીતે કરો ઉપયોગ
જ્યારે કોઈ વિદ્યાર્થી કોલેજના સમયમાં હોય ત્યારે ફેશન, સ્ટાઈલ અને તે બધુ તેને વધારે પસંદ હોય છે. તે સમયમાં તેને બીયર્ડ એટલે કે દાઢી વધારવાનો પણ શોખ હોય છે. તો આવા સમયમાં તે વિદ્યાર્થીઓએ બીયર્ડ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ અને તે પણ અલગ રીતે.. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના બીયર્ડ ઓઈલ ઉપલબ્ધ હોઈ છે. ઘણા બીયર્ડ ઓઈલમાં કેમિકલનો ઉપયોગ થાય છે. જેનો ઉપયોગ ચહેરા માટે નુકસાનકારક છે. તેની જગ્યાએ નેચરલ ઓઈલ જેમ કે જોજોબા ઓઈલ, નાળિયેલ તેલ, ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે.
એક્સપર્ટના મત અનુસાર દાઠી પર ઓઈલ લગાવતા પહેલા તમારા હાથને હેન્ડ વોશ કે સાબુથી સાફ કરી લો. ત્યાર બાદ હાથમાં ઓઈલ લો અને બન્ને હાથો પર ધીરે ધીરે ઘસો. દાઢી પર ઓઈલ લગાવો પણ તેને ઘસો નહીં. ઓઈલને દાઢી પર એક કલાક લગાવી રાખો. એક કલાક બાદ ચેહરા અને દાઢીને ધોઈ નાંખો. ઘરની બહાર જતા સમયે બીયર્ડ ઓઈલ ન લગાવો.
બીયર્ડ ઓઈલ લગાવવાનો સારો સમય નાહવા પછીનો છે. એક્સપર્ટનું કહેવું છે કે, નાહાવા પછી ચહેરાના છીદ્રો ખુલી જાય છે અને તે સમયે ઓઈલ લગાવવાથી તે અંદર સુધી પહોંચે છે. આ રીતે વાળોને સારુ પોષણ મળે છે. બીયર્ડ ઓઈલ લગાવતા પહેલા પોતાના સ્કિન ટાઈપનું ધ્યાન રાખો.