લેણ-દેણ અને દેવાથી મુક્ત થવું છે? તો ઘરમાં આ રીતે સેટ કરો બેડ
જીવનમાં વાસ્તુને જાણવું અને તેનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું દરેક વ્યક્તિએ ભગવાનને પૂજવુ. આ જ રીતે જેમ આંખ બંધ કરી દેવાથી રાત નથી પડી જતી, એ જ રીતે વાસ્તુની અવગણના કરવાથી તેની અસર બંધ થઈ જતી નથી.
આ જ રીતે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પલંગનું માથું હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશામાં હોવું જોઈએ. આનાથી વ્યક્તિના જીવનમાં ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. જો તમે દેવાથી પરેશાન છો તો પલંગને દક્ષિણ દિશામાં રાખવો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તમારું દેવું શક્ય તેટલી ઝડપથી ચૂકવાઈ જશે.
વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક રૂમ માટે દિશા નિર્ધારિત કરવામાં આવી છે. બેડરૂમમાં બેડની સાચી દિશા તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો લાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ દક્ષિણ દિશામાં રાખવો જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઉપરાંત આ દિશામાં ઊંઘ પણ સારી આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગની સામે કોઈ મોટો દરવાજો કે બારી ન હોવી જોઈએ. તેનાથી વ્યક્તિના જીવનમાં અશાંતિ અને મુશ્કેલી આવે છે. પલંગની નીચે કોઈપણ વસ્તુ ન રાખવી જોઈએ. તેના કારણે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા પણ આવી શકે છે. પલંગની નજીક કોઈ શૌચાલય અથવા બાથરૂમ ન હોવું જોઈએ. તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્ય અને સંપત્તિને પણ નુકસાન થઈ શકે છે.
જો કે આ માહિતી માત્ર માન્યતાને આધારે તૈયાર કરવામાં આવી છે. આ બાબતે કોઈ પણ પ્રકારની પૃષ્ટિ પણ કરવામાં આવતી નથી.