Site icon Revoi.in

GOLD ખરીદવું છે? તો જલ્દી ખરીદી લો, ટૂંક સમયમાં વધી શકે છે ભાવ

Social Share

મુંબઈ: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તો સાતમાં આસમાને પહોંચી જ ગયા છે. ટૂંક સમયમાં મોટા ભાગના શહેરોમાં લીટર દીઠ પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર પણ કરી શકે છે. ત્યારે હવે જાણકારો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે સોનાની કિંમતમાં પણ વધારો થઈ શકે તેમ છે.

જો કોઈ વ્યક્તિએ હાલ ગોલ્ડ ખરીદવું હોય તો તે અત્યારે ખરીદી શકે છે અને તેને ફાયદો પણ થઈ શકે તેમ છે, પછી આગળના સમયમાં સોનાનો ભાવ રૂ.60000 પ્રતિ 10 ગ્રામ જવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. એક જ અઠવાડિયામાં સોનાની કિંમતમાં ફરી એક વાર ઉતાર ચઢાવ જોવા મળ્યો અને એક જ અઠવાડિયામાં સોનાનો ભાવ લગભગ 410 રૂપિયા વધ્યો. સાથે ચાંદીમાં પણ 123 રૂપિયા મજબૂત થયો છે.

વાત કરવામાં આવે 22 કેરેટની તો તેનો ભાવ 48273 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ચાંદીની કિંમત 68,912 રુપિયા પ્રતિ કિલો રહી જે ગત વર્ષે ઓગસ્ટમાં રેકોર્ડ હાઈ 56191 રુપિયાના ભાવના હિસાબે જોઈએ તો સોનું 9,000 રુપિયાથી વધારે સસ્તુ વેચાઈ રહ્યુ છે. એક્સપર્ટ હાલના સ્તર પર નવા રોકાણકારોની એન્ટ્રી માટે સારો સમય માની રહ્યા છે.

16 જુલાઇએ શુદ્ધ સોનાનો ભાવ 4827 રૂપિયા, 22 કેરેટનો ભાવ 4663 રૂપિયા, 18 કેરેટનો ભાવ 3862 રૂપિયા પ્રતિ 1 ગ્રામ રહ્યો છે. જો કે તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.