Site icon Revoi.in

ગાડીની આરસી પરનું સરનામું બદલવા માંગો છો? કયા દસ્તાવેજોની જરૂર પડશે અને કેવી રીતે બદલવું?

Social Share

વાહન પંજીકરણ પ્રમાણપત્ર આરસીબુક જરૂરી દસ્તાવેજ હોય છે અને તેમાં દાખલ કરેલ વિગતો સચોટ હોવી જોઈએ, પણ વિવિધ પરિસ્થિતિયોના કારણે તેના પરની ડિટેલ ખોટી હોઈ શકે છે કે તેને અપડેટ કરવાની જરૂર પડે છે.

વાહન આરસી પર સરનામાની ડિટેલ ઓનલાઈન કે ઓફલાઈન બંન્ને રીતે કરી શકાય છે. જોકે આરસી પર સરનામું બદલતા પહેલા ચોક્કસ દસ્તાવેજો જરૂરી છે.

• આ દસ્તાવેજો છે
ફોર્મ 33, નવા સરનામાનો પુરાવો, નોંધણી પ્રમાણપત્ર, PUC પ્રમાણપત્ર, માન્ય વીમો, નાણાકીય સંસ્થા દ્વારા જારી કરાયેલ એનઓસી (જો વાહન પર લોન હોય તો), પાન કાર્ડ અથવા ફોર્મ 60 અને ફોર્મ 61 ની ચકાસાયેલ નકલ, સ્માર્ટ કાર્ડ ફીની રસીદ, ચેસિસ અને એન્જિન નંબર પેન્સિલ છાપ, માલિકની સહીની ઓળખ

• આરસીમાં ઓનલાઈન સરનામુ બદલવા
ઓનલાઈન આરસી પર સરનામું બદલવા માટે, સૌપ્રથમ ટ્રાન્સપોર્ટની વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ અને લોગ ઈન કરવું જોઈએ. ઑનલાઇન સેવાઓ પર જાઓ અને વાહન સંબંધિત સેવાઓ પસંદ કરો. આગળ, રાજ્ય અને RTO પસંદ કરો. ત્યાર બાદ વાહનનો રજીસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબરના છેલ્લા પાંચ અંકો દાખલ કરો.

તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે. અને એકવાર આ થઈ જાય, RC પર સરનામું બદલો પસંદ કરો. આ પછી, જરૂરી વિગતો ભરો અને સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો. પછી તમારો એપ્લિકેશન નંબર દાખલ કરીને અને સ્લોટ પસંદ કરીને એપોઇન્ટમેન્ટ બુક કરો. છેલ્લા પગલામાં જરૂરી ફી ભરવાનો સમાવેશ થાય છે.

• ઓફલાઈન આરસીમાં સરનામું બદલવા
ઑફલાઇન મોડ દ્વારા આરસી પર સરનામું બદલવા માટે, તમારે RTO જવું પડશે. ફોર્મ 33 ભરવું પડશે અને આધારભૂત દસ્તાવેજો સાથે RTOમાં સબમિટ કરવું પડશે. એકવાર ફી ચૂકવ્યા પછી, અધિકારીઓ આરસી પર સરનામું બદલવાની પ્રક્રિયા શરૂ કરશે.