- મહેંદી લગાવતા પહેલા નિલગરીની તેલ હથેળી પર લગાવો
- વિક્સ બામ હાથમાં લગાવીને પછી મહેંદી લગાવો
લગ્ન સિઝન કે પછી વારતહેવાર હોય ત્યારે મહિલાઓને મહેંદી લગાવવાનું ખૂબ જ પસંદ હોય છે, અને ખાસ વાત તો એ કે મહેંદી લગાવ્યા બાદ તેનો કલર કેવો આવે છે તેના પર દરેક મહિલાઓનું ધ્યાન હોય છે, દરેક લોકો મહેંદી લગાવતા પહેલા કલર આવવાની ચિંતા કરતા હોય છે, કેટકેટલા નુસ્ખાો અપનાવવામાં આવતો ગોય છે જેથી કરીને મહેંદીનો રંગ ઘાટ્ટો આવે.તો આજે આપણે વાત કરીશું ઘરેલું એવા નુસ્ખાઓની કે જે ફોલો કરશો તો ચોક્કસ તમારી મહેંદી રંગ લાવશે, પેલા સોંગની એક લાઈન આ નુસ્ખા ફોલો કરીને સાચી સાબિત થશે, યે તો મહેંદી હે મહેંદી તો રંગ લાતી હે
મહેંદીમાં રંગ લાવવા માટે અપનાવો આ ધરેલું નુસ્ખાઓ
- માર્કેટમાં હીરાઘસી નામનો પાવડર ખૂબ જ ફેમસ છે, આ પાવડર ખાસ કરીને શીંગોળા બાફવા માટે તેનો કાળો રંગ લાવવા માટે વપરાય છે, આ હિસાઘસી મહેંદીમાં પણ ખૂબ ફાયદો કરાવે છે અને ઘાટ્ટો રંગ લાવવામાં મદદરુપ છે, મહેંદી જ્યારે સુકાઈ જાય અને ખરી દાય ત્યારે હિરાઘસીમાં પાણી મિક્સ કરીને હાથ પર ઘસવાથી કલર સારો આવે છે.
- મહેંદી લગાવતા પહેલસા હાથને પાણી વડે ધોઈ કોરો કરી લેવા, ત્યાર બાદ હાથમાં નિલગરીની તેલ લગાવવું, જેનાથી લકર વધુ આવે છે, મેહંદી પલાળવામાં પરણ આ તેલનો ઉપયોગ અવશ્ય થાય છે.
- જો તમારા ઘરમાં નિલગરીનું તેલ ન હોય ત્યારે તમે મેંહદી લગાવતા પહેલા હાથમાં વિક્સ બામ અપ્લાય કર્યા બાદ મેંહદી લગાવો, વિક્સમાં નિલગીરનું પ્રમાણ હોય છે જેથી મેંહદી કલર લાવી શકે છે.
- મેંહેંદી જ્યારે સુકાઈ જાય અને તેને ખંખેરી નાખો છો ત્યાર બાદ પાણીમાં હાથ બોળવા નહી. મેહેંદી ખરી જાય એટલે એક તવીમાં 5 થી 6 લવિંગ બાળવા અને તેના ઘુમાડાનો શેક હાથમાં લેવો જેથી મેહંદીનો રંગ ઘાટ્ટો થાય છે.
- મેહેંદી લગાવ્યા બાદ તે બહાથ વડે કોઈ કામ કરવાનું ટાળવું જોઈએ, નહી તો મેહેંદી ભૂંસાઈ જાય અને ડિઝાઈનની આજુબાજુ મેહેંદીનો કલર આવી જાય છે જે તમારી ડિઝાઈનને ખરાબ કરી દે છે.
- મહેંદીને હાથમાં વધુ ટાઈમ રાખવા અને ખરી ન જાય એ માટે લીબું, ખાંડ અને પાણી મિક્સ કરીને રુ વડે આ ચાસણી હળવા હાથથી મેહંદી પર લગાવવી જેથી મહેંદી બરાબર ચોંટેલી રહેશે અને કલર પણ સારો આવશે.
- મહેંદી લગાવ્યા બાદ તેને હવામાં કે પંખા નીતે બરાબર સુકાવો અને સુકાયા બાદ તેના પર લીબું ખાંડનું પાણી લગાવવું , ભીની મહેંદી પર લગાવવાથી મહેંદી ખરાબ થશે.
- મેહેંદી લગવ્યા પછી સુકાઈ જાય ત્યારે પાણી લાગવા દેવું નહી, જો તમે રાતે મેહેંદી લગાવો છો સવાર સુધી હાથ કોરા જ રાખો.