Site icon Revoi.in

દેશના સ્ટાર્ટઅપમાં રોકાણકારોનો વધ્યો વિશ્વાસ -વિતેલા વર્ષે 24 અરબ ડોલરનું રોકાણ, 10 વર્ષમાં 40 લાખ લોકોને નોકરી

Social Share

 

દિલ્હીઃ- દેશમાં છેલ્લા 2 વર્ષથી સતત કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે ત્યારે  દેશમાં અવનવા સ્ટાર્ટએપ થકી અનેક લોકોને રોજગારી પણ મળી રહી છે,ગયા વર્ષે દેશમાં 2 હજાર 250 થી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા હતા, જે 2020 કરતા 600  ગણા વધુ જોવા મળે  છે. આ સમયગાળા દરમિયાન સ્ટાર્ટઅપે 24.1 અરબ એકત્ર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે  આ આંકડો કોવિડ-19 પહેલાના સ્તર કરતાં બમણા કરતાં પણ વધુ જોવા મળ્યો છે. નાસકોમ અને જીનોવ દ્વારાવિતેલા દિવસને શુક્રવારે જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે સ્ટાર્ટઅપ્સે છેલ્લા એક દાયકામાં 40.7 લાખ નોકરીઓ આપી છે. તેમાં 6.6 લાખ પ્રત્યક્ષ અને 34.1 લાખથી વધુ પરોક્ષ નોકરીઓનો સમાવેશ થાય છે.

રિપોર્ટ પ્રમાણે રોકાણકારોનો વિશ્વાસ વધવાથી સ્ટાર્ટઅપ્સ ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જેનાથી ભારતના ટેક્નોલોજી સેક્ટરનો સ્ટાર્ટઅપ બેઝ વધી રહ્યો છે.વર્ષ 2020 ની સરખામણીમાં ગયા વર્ષે ઉચ્ચ સ્ટાર્ટએપનાસોદા ત્રણ ગણા થયા. આ સમયગાળા દરમિયાન 10 કરોડ ડોલર કરતાં વધુ મૂલ્યના સોદા થયા, જે દર્શાવે છે કે સક્રિય ‘દેવદૂત’ રોકાણકારો જોખમ લેવા તૈયાર છે.

આ સમગ્ર મામલે નાસ્કોમના પ્રમુખ દેબજાની ઘોષે કહ્યું કે, સ્ટાર્ટઅપ્સમાં સૌથી વધુ એફડીઆઈ યુએસમાંથી આવી રહ્યું છે. અન્ય દેશોનો હિસ્સો પણ વધી રહ્યો છે. 50 ટકા સોદામાં એક રોકાણકાર ભારતીય મૂળનો હોય છે.ઘોષે જણાવ્યું હતું કે ભારતના ડિજિટલ અર્થતંત્રના વિકાસમાં સ્ટાર્ટઅપ્સ મુખ્ય ફાળો આપનાર બન્યા છે. વિક્રમજનક રોકાણો અને યુનિકોર્ન કંપનીઓની વધતી જતી સંખ્યા સાથે, 2022 માં ઘરેલુ સ્ટાર્ટઅપ્સનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે.