- મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ
- થોડા દિવસમાં વાળ ખરવાના થઇ જશે બંધ
- ડેન્ડ્રફથી પણ મળશે છુટકારો
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે માથાના વાળ ખરવા અને ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરવો પડે છે.નિષ્ણાતોના મતે વાળની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો શેમ્પૂ અથવા અન્ય પ્રોડકટ્સ દ્વારા સારવાર કરવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત હોય છે. આ પ્રોડકટ્સમાં રહેલા કેમિકલ્સ વાળને નુકસાન પહોંચાડે છે.એવું માનવામાં આવે છે કે,આના કારણે વાળની ચમક ધીમે-ધીમે ગાયબ થવા લાગે છે.બીજી બાજુ, વાળની સંભાળમાં ઘરેલું ઉપાયોનું પાલન કરવું શ્રેષ્ઠ છે.
રસોડામાં આવા ઘણા ઘટકો છે, જે વાળની સંભાળમાં ખૂબ સારા અને અસરકારક માનવામાં આવે છે.આમાંથી એક છે મીઠો લીમડો. એવું પણ છે કે વાળ માટે તેનો ઉપયોગ બહુ ઓછા લોકો જાણે છે.મીઠા લીમડાની મદદથી વાળની સમસ્યાનો ઈલાજ કરી શકાય છે.તો જાણો કેટલીક રીતો વિશે…
જે લોકોને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, તેઓએ મીઠો લીમડો અને નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવવું જોઈએ.આ માટે થોડું નારિયેળ તેલ લો અને તેમાં મીઠા લીમડાને નાખીને ગરમ કરો. પાંદડા કાળા થાય ત્યાં સુધી તેને ગરમ કરો.હવે તેલને ઠંડુ થવા દો અને પછી તેને ગાળીને એક ટાઇટ બોક્સમાં રાખો. અઠવાડિયામાં બે વાર આ તેલની માલિશ કરવાથી વાળ ખરતા ઓછા થાય છે
વાળના ગ્રોથને સુધારવા માટે તમે મીઠા લીમડાના પાંદડા સાથે આમળા અને મેથીના દાણાનો ઉપયોગ કરી શકો છો.આ માટે મીઠા લીમડા, આમળા અને મેથીના દાણાની પેસ્ટ બનાવો અને આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો.લગભગ 30 મિનિટ પછી તેને ધોઈ લો.અને ધ્યાન રાખો કે, ધોવા માટેનું પાણી ન તો ખૂબ ઠંડું કે ન તો ખૂબ ગરમ હોવું જોઈ. તેનાથી વાળના ગ્રોથમાં ફરક પડશે અને તે હેલ્ધી પણ રહેશે.
વાળ સમય પહેલા સફેદ અથવા ગ્રે થઈ રહ્યા છે તો તેના માટે મીઠા લીમડાના પાન સાથે મેથીના દાણાનો ઉપયોગ કરો.એક પેનમાં નારિયેળનું તેલ લો અને તેમાં મીઠા લીમડાના પાન સાથે થોડા મેથીના દાણા ગરમ કરો.જ્યારે આ તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને ગાળીને બોક્સમાં રાખો.અઠવાડિયામાં બે વાર આ તેલની માલિશ કરવાથી ઉંમર પહેલા સફેદ વાળની સમસ્યા દૂર થઈ શકે છે.