ખરતા વાળની સમસ્યાને દુર કરવી છે? તો આ પ્રકારની ખાટી વસ્તુને દિનચર્યાનો ભાગ બનાવો
ખરતા વાળની સમસ્યા કોઈ વ્યક્તિને ગમે નહી. લોકો પોતાના વાળની કાળજી રાખવા માટે અનેક પ્રકારના પગલા લેતા હોય છે. ખાસ કરીને જ્યારે વાત થાય મહિલાના વાળની તો મહિલાઓ તો પોતાના વાળની કાળજીને લઈને વધારે પડતી સજાગ અને જાગૃત હોય છે. જ્યારે પણ વાળની સમસ્યા સર્જાય ત્યારે લોકો અનેક પ્રકારના પગલા લેતા હોય છે પરંતુ લોકોએ આ ટ્રાય પણ કરવો જોઈએ.
વાત એવી છે કે સરળતાથી ઉપલબ્ધ આમલીનો યોગ્ય ઉપયોગ પણ વાળને મજબૂત અને સુંદર બનાવી શકે છે. આમલીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-એ, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી અસ્થમા જેવા ગુણો છે.
આમલીનો એક ફાયદો એ છે કે તે ત્વચા પર ગ્લો લાવવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. વિટામિન સી ઉપરાંત, તેમાં વિટામિન એ પણ હોય છે, જે શરીરમાં મુક્ત રેડિકલની રચનાને અટકાવે છે. આ રીતે ત્વચા અંદરથી સાફ અને ચમકદાર બને છે.
વાળમાં આમલીનું પાણી લગાવીને મસાજ કરી શકો છો. વિટામિન સી ઉપરાંત અન્ય પોષક તત્વો વાળના સ્વાસ્થ્યને સુધારશે અને તેમને ચમકદાર પણ બનાવશે. ઉલ્લેખનીય છે કે આ માહિતીને માન્યતાના આધારે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી, જો વાળમાં કોઈ પણ સમસ્યા જણાય તો ડોક્ટર અથવા જાણકારની સલાહ જરૂરથી લેવી જોઈએ.