વાળની સમસ્યાઓ દુર કરવી છે? લીંબુનો રસ અને સરસવના તેલ કરો ઉપયોગ
જ્યારે પણ લોકોને વાળને લગતી સમસ્યા થાય ત્યારે લોકો વધારે ચિંતિત થઈ જતા હોય છે. લોકો આ બાબતને લઈને ક્યારેક એટલા બધા સતર્ક પણ થઈ જતા હોય છે કે મોટી રકમ પણ ખર્ચ કરી નાખતા હોય છે. આવામાં જો કોઈ વ્યક્તિને આ બધા પ્રકારના ઉપાય પછી રાહત ન મળતી હોય તો આ એક ઉપાય પણ કરવા જેવો છે.
લીંબુનો રસ અને સરસવના તેલનો ઉપયોગ કરીને પણ રાહત મળી શકે છે જેમ કે વાળના ભાગમાં લોહીનું પરિભ્રમણ ન થતા વાળ ખરવા લાગે છે. વાળને ખરતા અટકાવવા માટે લોહીનું પરિભ્રમણ જરુરી છે. સરસવના તેલમાં લીંબુનો રસ ઉમેરીને વાળના ભાગે મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે. આ ઉપરાંત સરસવનું તેલ વાળને પોષણ આપવાની સાથે સાથે ઠંડક પણ આપે છે. તેની મદદથી વાળ સોફ્ટ બને છે.
જો વાત કરવામાં આવે વાળને સારુ પોષણની તો માર્કેટમાં મળતા પ્રોડક્ટસની જગ્યા એ જો પ્રાકૃતિક રીત અપનાવવામાં આવે તો વાળને વધારે લાભ થશે. આયુર્વેદની સાથે સાથે એલોપોથી એક્સપર્ટસ પણ એવું માને છે કે, સરસવનું તેલ વાળને જરુરી પોષણ આપવામાં કારગર છે.