Site icon Revoi.in

એડવેન્ચર ટ્રીપ પર જવું છે? તો આ સ્થળો પર જવાય,દર વર્ષે આવે છે અઢળક પ્રવાસી

Social Share

ફરવું તો મોટા ભાગના લોકોને ગમતું જ હોય છે. ફરવાની મજા પણ અલગ જ હોય છે. પણ જો વાત કરવામાં આવે તેના પ્રકારની તો કેટલાક લોકોને સોલો ટ્રીપ ગમતી હોય છે તો કેટલાક લોકોને એડવેન્ટર ટ્રીપ ગમતી હોય છે. હવે જે લોકોને એડવેન્ચર ટ્રીપ ગમે છે તે લોકો માટે આ જગ્યા છે સૌથી બેસ્ટ.

ચંદ્રતાલ લેક કે જે હિમાચલ પ્રદેશમાં જ આવ્યો છે અને પહાડોથી ઘેરાયેલી છે. ચંદ્રલાલ લેક જવાનો સૌથી સારો સમય મેથી ઓક્ટોબરની વચ્ચે છે. ત્યાં જવા માટે તમારે Bhuntar Airport સુધી આવવું પડશે. ત્યાર બાદ બસ અથવા કેબથી ચંદ્રાતાલ લેક જઈ શકાય છે.

હિમાલયની નજીક આવેલી સ્પીતિ વેલી, અને તે પણ ચંદ્રતાલ લેકની નજીક છે આ જગ્યા હિમાચલ પ્રદેશના ઉત્તર પૂર્વી ભાગમાં છે. દુનિયાભરથી ટૂરિસ્ટ અહીં આવી રહ્યા છે અને સ્પીતિનું મોતલબ છે Middle Land. સ્પીતિ વેલી ભારત અને તિબ્બતની વચ્ચે છે. અને ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે.

Namri Eco Camp, આસામ જગ્યા વિશે કદાચ તમે નહીં સાંભળ્યુ હોય. Namri Eco Camp પૂર્વી હિમાચલના પહાડોની વચ્ચે આવેલું છે. આ જગ્યા પર તમને ચારેબાજુ હરીયાળી અને જંગલ જોવા મળશે. અહીંની સુંદરતા જોવા માટે તમે Jia-Bhoroli River નદીના કિનારે કેમ્પિંગ કરી શકો છો. Namri Eco Campમાં તમે રિવર રાફ્ટિંગ, બર્ડ વોચિંગ, ટાઈગર સ્પોર્ટિંગ અને ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝની મજા લઈ શકો છો. ઓક્ટોબર પહેલા એપ્રિલની શરૂઆત સુધી Namri Eco Camp જઈ શકાય છે. તેજપુરના Salonibari Airport તેના નજીક છે. કેમ્પની દૂરી ત્યાથી 34 કિમી છે. ટ્રેન દ્વારા જાઓ તો સૌથી નજીક રેલવે સ્ટેશન Rangapara છે. તે Namri Eco Campથી 21 કિમી દૂર છે.