- એકાઉન્ટ હેક થવાના વધી રહ્યા છે ચાન્સ
- હેકર્સથી તમારા બેન્ક એકાઉન્ટને દુર રાખવું છે ?
- તો જાણી લો આ ટ્રીક
કેટલાક લોકો બેન્કના ટ્રાન્ઝેક્શન કોમ્પ્યુટરથી કરતા હોય ત્યારે તેમની આદત હોય છે કે તેઓ એપ્લિકેશનને કે વેબસાઈટ પરથી તેમનું એકાઉન્ટ લોગઆઉટ કરતા નથી. આવામાં જો વાત કરવામાં આવે હેકિંગની તો લોકો દ્વારા આ પ્રકારની જ્યારે ભૂલ કરવામાં આવે ત્યારે એકાઉન્ટ હેક થવાના ચાન્સ વધી જાય છે અને આર્થિક રીતે નુક્સાન સહન કરવું પડતું હોય છે. પણ હવે લોકો દ્વારા જો કેટલીક વાતનું ધ્યાન રાખવામાં આવે તો પોતાના એકાઉન્ટને હેક થતા બચાવી શકાય છે અને હેકર્સથી પણ દુર રાખી શકાય છે.
બેંકની વેબસાઈટ ખોલતી વખતે હંમેશા https પર ધ્યાન આપો.આ સિવાય જાહેર સ્થળોના વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટાળો.
ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે તમારે જે પ્રથમ વસ્તુ કરવાની હોય છે તે લોગિન છે. આ પાસવર્ડથી સુરક્ષિત હોય છે. તેથી એવો પાસવર્ડ રાખો જે વધુ મુશ્કેલ હોય. સમયાંતરે પાસવર્ડ બદલતા રહો. આ સિવાય તમારી યુઝર આઈડી, પાસવર્ડ કે પિનની માહિતી કોઈની સાથે શેર ન કરો. અહીં એ જાણવું જરૂરી છે કે બેંક ક્યારેય તમારી પાસેથી યુઝર આઈડી, પાસવર્ડ, પિન, સીવીવી, ઓટીપી કે કાર્ડ નંબરની માહિતી માંગતી નથી. તમારા કોમ્પ્યુટર, મોબાઈલ કે ટેબ પર ક્યારેય યુઝર આઈડી અને પાસવર્ડ સ્ટોર ન કરો.
સોશિયલ મીડિયા પર જેની સાથે વાત કરી રહ્યા છો તેની ઓળખ હંમેશા ચકાસો. કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારી વ્યક્તિગત નાણાકીય અને ગોપનીય માહિતીની ચર્ચા અથવા શેર કરશો નહીં.
મોબાઈલ બેંકિંગ માટે હંમેશા મજબૂત પાસવર્ડ અને બાયોમેટ્રિક પરવાનગી સક્ષમ કરો. તમારા મોબાઈલનો પિન કોઈની સાથે શેર કરશો નહીં. જો તમે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો છો તો તે સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સારું રહેશે. અજાણી એપ્સ ડાઉનલોડ કરવાનું અને જાહેર સ્થળોના Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરવાનું ટાળો.