કરવાચોથને હવે બહુ સમય નથી એવામાં સ્ત્રીઓ કરવાચોથના દિવસે કઈક અલગ દેખાવા માંગતી હોય છે જેમાં વસ્ત્રોનું એક અલગ જ આકર્ષણ રહેલું છે. જો તમે સેલિબ્રિટી જેવા દેખાવા માંગતા હોવ તો આ રંગની સાડી અથવા ચણિયાચોળી ખૂબ આકર્ષિત લાગે છે.
કરવાચોથ ભારત અને નેપાળની લગ્નેતર સ્ત્રીઓ પોતાના પતિની લાંબા આયુષ્ય માટે રાખે છે. આ તહેવારની ખાસિયત એ છે કે આમાં સ્ત્રીઓ આખો દિવસ ભૂખ્યા રહીને રાત્રે ચાંદો જોઈને પૂજા કરીને જમે છે. આ તહેવારમાં સ્ત્રીઓ પાણીનો પણ ત્યાગ કરે છે અને રાત્રે તૈયાર થઈને પૂજા કરે છે. તો જાણીએ કયા રંગના વસ્ત્રો સ્ત્રીની સુંદરતામાં વધારો કરશે?
લાઈટ ક્રીમ રંગની ચણિયાચોળી અથવા સાડી સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે જેમાં આભૂષણ તો હજુ વધારે નિખાર લાવે છે.
ડાર્ક મઋણ રંગની ચણિયાચોળી અથવા સાડી પણ સ્ત્રીઓ પર જામતી હોય છે જેથી તેની પસંદગી પણ સુંદરતામાં વધારો કરે છે.
બ્લૂ પિન્ક અને મલ્ટિ કલર વાળી ચણિયાચોળી અથવા સાડી પણ સ્ત્રીઓ પર ખૂબ સુંદર લાગે છે.
આ બધા રંગના વસ્ત્રો માર્કેટમાં ઘણી નઝિવી કિમતે ઉપલબ્ધ હોય છે જેથી આ વર્ષના કરવાચોથમાં આ રંગના વસ્ત્રો લેવાનું ભૂલતા નહીં.